
ગુજરાત, રાજસ્થાન, પંજાબ તથા જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારથી નવી મૉક ડ્રીલ યોજાશે
Vihar Vaishnav: પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ) 29મે, ગુરુવારથી નાગરિક સંરક્ષણ મૉક ડ્રીલની નવી શ્રેણીનું આયોજન કરશે.
મહત્વનું છે કે, પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સ્થિત વિવિધ આતંકવાદી ઠેકાણાઓ સામે ભારત દ્વારા કરવામાં આવેલા લશ્કરી ઓપરેશન, ઓપરેશન સિંદૂરના થોડા દિવસો પછી, કેન્દ્ર સરકારે 7 મેના રોજ રાષ્ટ્રવ્યાપી મૉક ડ્રિલની જાહેરાત કરી હતી.
આ વખતે, પાકિસ્તાન સાથે સરહદો ધરાવતા ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મૉક ડ્રીલનું આયોજન કરાશે.
આ ઉપરાંત, હરિયાણા રાજ્ય સરકારે "ઓપરેશન શીલ્ડ" ની પણ જાહેરાત કરી છે, જે 29 મેથી શરૂ થતા નાગરિક સંરક્ષણ કવાયતોનું આયોજન કરશે, જોકે હરિયાણા કોઈ પણ પડોશી દેશ સાથે સરહદ શેર કરતું નથી....