ચોમાસા આડે હવે એકાદ મહિનો જ બચ્યો છે. ત્યારે, વાપી મહાનગરપાલિકાએ ત્રણ સ્ટેજમાં 30 દિવસમાં પ્રિમોન્સૂન કામગીરી આટોપી લેવાનો સંકલ્પ લીધો છે. જે અંગે વાપી મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશ્નર અશ્વિન પાઠકે વિગતો આપી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ અશ્વિન પાઠકે જણાવ્યું છે કે, વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એકાદ સપ્તાહથી યુદ્ધના ધોરણે પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરી દીધી છે. ત્રણ સ્ટેજમાં આ કામગીરી ચાલશે. જેમાં પ્રથમ 10 દિવસમાં મનપાના એવા વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. જ્યાં વોટર લોગિંગના પ્રશ્નો ઉદ્ભવી શકે છે. જે અંતર્ગત મોટી ખનકીઓ સહિતના સ્થળોની સાફસફાઈની કામગીરી આટોપવામાં આવશે. જે બાદના 10 દિવસમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં કચરો ગંદકી દૂર કરવામાં આવશે. ગટરની સાફ-સફાઈ કરવામાં આવશે.
જે પછીના અંતિમ દસ દિવસ એવા સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જ્યાં ચાલુ વરસાદમાં વોટર લોગીંગના પ્રશ્નો ઊભા થતા હોય છે. પાણીનો ભરાવો થતો હોય છે. ત્યાં વરસાદના સમયે એ પ્રશ્ન ઉદભવે નહીં તે ધ્યાનમાં રાખી પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવશે.
આ 30 દિવસની કામગીરી દરમિયાન વાપી શહેરના ઇસ્ટ અને વેસ્ટના વિસ્તાર ઉપરાંત મહાનગરપાલિકામાં જોડાયેલ તમામ 11 ગામોમાં પણ આ કામગીરી કરવામાં આવશે. જે માટે વિશેષ ટીમને કામગીરી સોંપી દીધી છે.
આદર્શ નગર માં કરવડ અને
એસ કે કોલોની આમ 2 પોઇન્ટ ખાશ