Friday, February 13News That You Want to Read

National

“MISSION MILAAP”: વાપી ટાઉન પોલીસે બે ગુમ થયેલા સગીર બાળકોને ઉમરગામ રેલ્વે સ્ટેશનથી શોધી પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલન

“MISSION MILAAP”: વાપી ટાઉન પોલીસે બે ગુમ થયેલા સગીર બાળકોને ઉમરગામ રેલ્વે સ્ટેશનથી શોધી પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલન

Gujarat, National
વાપી ટાઉન પોલીસ સ્ટેશને "મિશન મિલાપ"/MISSION MILAAP અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરીને બે સગીર વયના બાળકોને શોધી કાઢીને તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવ્યું છે. આ ઓપરેશન પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગ, તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની રાહબરી હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવે, વાપી વિભાગ, વાપીના માર્ગદર્શન મુજબ પાર પાડવામાં આવ્યું હતું. ગુમ થયેલા બાળકોની ઉંમર અનુક્રમે 12 વર્ષ અને 9 વર્ષ છે. આ બાળકોના પરિવારો વાપીના ભડકમોરા, નાનીસુલપડ વિસ્તારના રહેવાસી છે અને મૂળ બિહારના બાંકા તથા વૈશાલી જિલ્લાના વતની છે. ગઈકાલ તારીખ 09/11/2025ના રોજ બે પરિવારોના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે તેમના પુત્રો તારીખ 06/11/2025ના રોજ લગભગ 08:30 વાગ્યે તેમની બિલ્ડિંગ નીચેથી રમતા રમતા ઘરે કંઈ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પટેલના નેત...
गुजरात का आदिवासी समाज आत्मनिर्भरता के शिखर पर: CED प्रशिक्षण से 4 वर्षों में 120+ युवा बने सफल उद्यमी!

गुजरात का आदिवासी समाज आत्मनिर्भरता के शिखर पर: CED प्रशिक्षण से 4 वर्षों में 120+ युवा बने सफल उद्यमी!

Gujarat, National, Science & Technology
₹80 लाख से ₹3 करोड़ तक का टर्नओवर: डांग के हल्दी फार्म से वलसाड के उपकरण निर्माण तक आदिवासी युवा शक्ति का दबदबा! प्रधानमंत्री नरेंद्र मोदी के दृष्टिकोण का अनुसरण करते हुए, गुजरात सरकार राज्य के आदिवासी समाज को आर्थिक रूप से सशक्त और आत्मनिर्भर बनाने के लिए ठोस प्रयास कर रही है। गुजरात के उद्योग आयुक्त कार्यालय के तहत कार्यरत सेंटर फॉर एंटरप्रेन्योरशिप डेवलपमेंट (CED गुजरात) द्वारा प्रदान किए जा रहे उद्यमिता प्रशिक्षण का मॉडल आज सफलता की नई गाथा लिख रहा है। पिछले चार वर्षों (2021-22 से 2024-25) में राज्य सरकार ने ₹2 करोड़ खर्च करके 1,000 से अधिक आदिवासी युवाओं को उद्यमिता प्रशिक्षण (EDP) प्रदान किया है। इस प्रशिक्षण के परिणामस्वरूप 120 से अधिक युवा सफलतापूर्वक अपना व्यवसाय स्थापित करके आत्मनिर्भर बने हैं। पिछले तीन वर्षों में 1,300 से अधिक आदिवासी युवाओं को कौशल विकास प्रशिक्षण दिया गय...
વલસાડને તો ‘વંદે ભારત’ મળી, પણ DD-DNHમાં ‘વીજળી-પાણી’ની લડાઈ બાકી! શિયાળુ સત્રમાં શું થશે?

વલસાડને તો ‘વંદે ભારત’ મળી, પણ DD-DNHમાં ‘વીજળી-પાણી’ની લડાઈ બાકી! શિયાળુ સત્રમાં શું થશે?

Gujarat, National
સંસદનું શિયાળુ સત્ર ફરી એકવાર 1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ (DNH & DD) ના પ્રતિનિધિઓ દ્વારા સંસદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને તેના પરિણામો પર એક નજર કરીએ. વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ધવલ લક્ષ્મણભાઈ પટેલની સંસદીય રજૂઆતોનું સૌથી મોટું અને તાત્કાલિક પરિણામ જોવા મળ્યું છે. સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લાના મુખ્ય મથક ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે કેન્દ્રીય રેલ મંત્રી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેમના આ પ્રયાસોના પરિણામે, કેન્દ્રીય રેલવે મંત્રાલયે વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો. આ સિવાય, તેમણે વલસાડ-ડાંગના શબરીધામ, ઉનાઈ માતા મંદિર જેવા પ્રવાસન સ્થળોને 'સ્વદેશ દર્શન યોજના' હેઠળ વિકાસવા માટે કરેલી અપીલને કેન્દ્રીય પ્રવાસન મંત્રી તરફથી સકા...
ઉમરગામની આશ્રમ શાળામાં જનજાતીય ગૌરવ: ભૂલકાંઓ સાથે ભોજન કરી પ્રદેશ અધ્યક્ષ અને નાણામંત્રીએ ઉજવ્યો બિરસા મુંડાની 150મી જન્મજયંતીનો અવસર!

ઉમરગામની આશ્રમ શાળામાં જનજાતીય ગૌરવ: ભૂલકાંઓ સાથે ભોજન કરી પ્રદેશ અધ્યક્ષ અને નાણામંત્રીએ ઉજવ્યો બિરસા મુંડાની 150મી જન્મજયંતીનો અવસર!

Gujarat, National
ઉમરગામ તાલુકાની માણેકપુર આશ્રમ શાળા ખાતે આઝાદીના મહાનાયક અને આદિવાસી સમાજના ગૌરવ એવા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ ઉમરગામ તાલુકાની માણેકપુર આશ્રમ શાળા ખાતે યોજાયો હતો. રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ અને અન્ય મહાનુભાવોએ આ અવસરે આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે બેસીને પ્રેમપૂર્વક ભોજન કર્યું હતું. આ દ્રશ્ય માત્ર સામાજિક સમરસતા જ નહીં, પણ ગરીબ અને આદિવાસી વિસ્તારોના બાળકો પ્રત્યેની સંવેદના અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. આ પ્રસંગે જગદીશ પંચાલ અને કનુભાઈ દેસાઈએએ પોતાના અનુભવ વિશે જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના આ પવિત્ર અવસરે માણેકપુરની આશ્રમ શાળાના બાળકો સાથે ભોજન કરવાનો અવસર મળ્યો, જે અમારા માટે અસીમ સંતોષ અને હૃદયને ખરી ટાઢક આપનારો રહ્યો. આ ભૂલકાંઓની આંખોમાં રહેલી પ્ર...
ગુજરાતનું પાવરહાઉસ, ભારતની કેમિકલ ફેક્ટરી: વાપી – વિકાસ અને પર્યાવરણના યુદ્ધનું અનોખું સંગમસ્થળ

ગુજરાતનું પાવરહાઉસ, ભારતની કેમિકલ ફેક્ટરી: વાપી – વિકાસ અને પર્યાવરણના યુદ્ધનું અનોખું સંગમસ્થળ

Gujarat, National, Science & Technology
જ્યારે આપણે ગુજરાતના વિકાસની વાત કરીએ છીએ, ત્યારે એક શહેર એવું છે જે પોતાના ખભે માત્ર ગુજરાતનો જ નહીં, પણ સમગ્ર દેશના ઉદ્યોગ જગતનો મોટો ભાર ઊંચકી રહ્યું છે. આ શહેર એટલે દક્ષિણ ગુજરાતનું વાપી. વાપી માત્ર એક શહેર નથી, તે છે ઉદ્યોગ અને ઉદ્યમનું મહાકુંભ! વાપીની સૌથી મોટી અને અનુપમ વિશેષતા એ છે કે તે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતોમાંની એક છે. વાપીમાં હજારોની સંખ્યામાં નાના-મોટા ઉદ્યોગો ધમધમે છે, જેમાં ખાસ કરીને કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ડાઈસ્ટફ્સ, ટેક્સટાઈલ અને પેપર ઉદ્યોગોનું પ્રભુત્વ છે. આ શહેરને 'કેમિકલ હબ ઓફ ઇન્ડિયા' (ભારતનું રસાયણિક કેન્દ્ર) પણ કહેવામાં આવે છે. દેશભરના ઉત્પાદન અને નિકાસમાં વાપીનો ફાળો બહુ જ મોટો છે, જે તેને ગુજરાતનું આર્થિક પાવરહાઉસ બનાવે છે. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ જે રીતે થયો છે, તેમાં સુરત-વડોદરા-અમદાવાદના પટ્ટા સાથે વાપીનું નામ હંમેશા ટોચ પર રહે છે. તે રાજ્યને ઔદ્ય...
“ડ્રાય સ્ટેટ” ગુજરાતમાં હવે “હેપ્પી અવર્સ”? દારૂની પરમિટ હવે મોબાઈલ એપ પર, પ્રવાસીઓ માટે ત્વરિત મંજૂરી!

“ડ્રાય સ્ટેટ” ગુજરાતમાં હવે “હેપ્પી અવર્સ”? દારૂની પરમિટ હવે મોબાઈલ એપ પર, પ્રવાસીઓ માટે ત્વરિત મંજૂરી!

Gujarat, National, News, Science & Technology
ગુજરાત સરકારે પ્રવાસીઓ માટે દારૂની પરમિટ મેળવવાની પ્રક્રિયાને સરળ અને ડિજિટલ બનાવવા માટે એક નવી મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવાની યોજના બનાવી છે. ​આ એપ દ્વારા, દેશી અને વિદેશી પ્રવાસીઓ પેપરવર્ક કે લાંબી કતારો વિના, માત્ર થોડી જ મિનિટોમાં પરમિટ મેળવી શકશે. અરજદારો તેમના ઓળખ દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ વગેરે) અપલોડ કરી શકશે અને UPI અથવા કાર્ડ દ્વારા ઓનલાઈન ચુકવણી કરી શકશે, જેના પછી તેમને ત્વરિત ડિજિટલ પરમિટ પ્રાપ્ત થશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, એપનું ટ્રાયલ રન પૂર્ણ થઈ ગયું છે અને તે નજીકના ભવિષ્યમાં (આશરે બે અઠવાડિયાથી એક મહિનામાં) લોન્ચ થવાની અપેક્ષા છે. હાલમાં, GIFT સિટીમાં પણ દારૂની પરમિટ માટે અલગ અધિકૃતતાની જરૂર પડે છે, જે આ નવી એપ સિસ્ટમમાં સંકલિત કરવામાં આવશે, જેથી પ્રક્રિયા વધુ સરળ બનશે. ​આ પગલાથી વિવાદ પણ ઊભો થયો છે. સરકારનો મુખ્ય હેતુ પ્રવાસીઓને પડતી અગવડતા દૂર કરવ...
કમોસમી વરસાદનો કહેર: ભૂપેન્દ્ર સરકારનું ‘ઐતિહાસિક’ ₹10,000 કરોડનું સહાય પેકેજ! ખેડૂતોને કેટલી રાહત? જાણો, શું છે પેકેજની હકીકત!

કમોસમી વરસાદનો કહેર: ભૂપેન્દ્ર સરકારનું ‘ઐતિહાસિક’ ₹10,000 કરોડનું સહાય પેકેજ! ખેડૂતોને કેટલી રાહત? જાણો, શું છે પેકેજની હકીકત!

Gujarat, National
કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે ₹10,000 કરોડનું સહાય પેકેજ ગુજરાતના ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં થયેલા કમોસમી અને વ્યાપક વરસાદને કારણે ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ધરતીપુત્રોને પુન: બેઠા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીનું સૌથી મોટું, આશરે ₹10,000 કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત સરકારે આ સહાય પેકેજને 'ઐતિહાસિક' ગણાવ્યું છે, પરંતુ ખેડૂતોના દ્રષ્ટિકોણથી તેના પોઝિટિવ અને નેગેટિવ બંને પાસાંનું વિશ્લેષણ કરવું જરૂરી છે. ગુજરાત સરકારના આ નિર્ણયમાં ખેડૂતોને રાહત આપતી મુખ્ય ત્રણ બાબતો છે: સૌથી મોટું અને ઐતિહાસિક પેકેજ: રકમ: આશરે ₹10,000 કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કરાયું છે, જેને રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું પેકેજ ગણાવવામાં આવ્યું છે. આ દર્શાવે છે કે સરકારે નુકસાનની ગંભીરતાને સ્વીકારી છે. ઝડપી નિર્ણય: 7 નવેમ્બર, 2025ના ર...
ગ્રાહકો સાવધાન! વલસાડના રિલાયન્સ સ્માર્ટ બજારમાં એક્સપાયરી ડેટવાળી ચીજોનું વેચાણ, ફૂડ વિભાગે કાર્યવાહી કરી!

ગ્રાહકો સાવધાન! વલસાડના રિલાયન્સ સ્માર્ટ બજારમાં એક્સપાયરી ડેટવાળી ચીજોનું વેચાણ, ફૂડ વિભાગે કાર્યવાહી કરી!

Gujarat, National
વલસાડના છીપવાડ ખાતે આવેલા રિલાયન્સ સ્માર્ટ બજારમાંથી  આવ્યા છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાના ગંભીર આરોપો ! એક જાગૃત નાગરિક દ્વારા વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, સ્માર્ટ બજારમાં હલકી ગુણવત્તાવાળી અને એક્સપાયરી ડેટ વીતી ગયેલી ખાદ્ય ચીજોનું ડિસ્કાઉન્ટમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ફરિયાદના આધારે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર આર. વળવીના માર્ગદર્શન હેઠળ, ફૂડ સેફ્ટી ઓફિસર વી.કે. પટેલની ટીમે તાત્કાલિક રિલાયન્સ સ્માર્ટ બજારમાં તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન, ટીમને ત્યાંથી એક્સપાયરી ડેટવાળી 5 કીમતી ખાદ્ય વસ્તુઓ મળી આવી, જેમાં ઘી, બિસ્કીટ, ચિપ્સ, જિંજર પેસ્ટ અને નૂડલ્સનો સમાવેશ થતો હતો. આ તમામ ખાદ્ય સામગ્રીની કુલ કિંમત ₹ 3064/- જેટલી થવા જાય છે, જેનો ટીમે સ્થળ ઉપર જ નાશ કર્યો હતો. આ સાથે, ગુણવત્તા ચકાસણી માટે પાંચ સર્વેલન્સ નમૂનાઓનું સેમ્પલિ...
‘Fit Media Fit India’ મિશન: પત્રકારો માટે સતત બીજા વર્ષે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન!

‘Fit Media Fit India’ મિશન: પત્રકારો માટે સતત બીજા વર્ષે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન!

Gujarat, National, News
મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ ગાંધીનગરમાં 58 મીડિયાકર્મીઓએ મેળવ્યો નિઃશુલ્ક સ્વાસ્થ્ય લાભ ગાંધીનગર: ગુજરાતના પત્રકારો અને મીડિયાકર્મીઓનું સ્વાસ્થ્ય ઉત્તમ જળવાઈ રહે તે હેતુથી, ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ અને ગુજરાત રેડક્રૉસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યવ્યાપી 'ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા' અભિયાન સતત બીજા વર્ષે સફળતાપૂર્વક યોજવામાં આવ્યું છે. જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર દ્વારા તા. 3જી નવેમ્બરના રોજ સર્કિટ હાઉસ ખાતે આ વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની મુખ્ય વિશેષતાઓ નિઃશુલ્ક અને વ્યાપક તપાસ: મીડિયાકર્મીઓ માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવેલા આ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, અને ઇસીજી જેવા આવશ્યક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ વિટામિન અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ: આ ઉપરાંત, આજના ઝડપી જીવનમાં મહત્વના એવા વિટામિન D, વિટામિન B12, કોલેસ્ટ્રૉલ, થાઇર...
એક રાષ્ટ્ર, એક ગીત: ‘વંદે માતરમ’ના 150 વર્ષનો અદ્ભુત ઉત્સવ! 7 નવેમ્બરે થશે ભવ્ય પ્રારંભ, દેશભરમાં ગૂંજશે સામૂહિક ગાન!

એક રાષ્ટ્ર, એક ગીત: ‘વંદે માતરમ’ના 150 વર્ષનો અદ્ભુત ઉત્સવ! 7 નવેમ્બરે થશે ભવ્ય પ્રારંભ, દેશભરમાં ગૂંજશે સામૂહિક ગાન!

Gujarat, National
નવી દિલ્હી: ભારતની આત્મામાં ગૂંજેલું, કરોડો હૃદયમાં દેશભક્તિ પ્રગટાવનારું આપણું રાષ્ટ્રગીત "વંદે માતરમ્" તેની રચનાના 150 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે! આ ઐતિહાસિક ક્ષણની ગૌરવપૂર્ણ ઉજવણી માટે, સંસ્કૃતિ મંત્રાલય દ્વારા 7 નવેમ્બર 2025 ના રોજ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, જે આ એક વર્ષ લાંબા રાષ્ટ્રવ્યાપી સ્મૃતિ ઉત્સવનો ઔપચારિક પ્રારંભ કરાવશે. આ ઉજવણી 7 નવેમ્બર 2025 થી 7 નવેમ્બર 2026 સુધી ચાલશે, જે ભારત માતાના આ મહામંત્રની અમરતાનું પ્રતિક બનશે. સવારે 10:00 વાગ્યે દેશના ખૂણેખૂણેથી, શાળાના બાળકોથી માંડીને પોલીસ, ડોક્ટર્સ અને સામાન્ય નાગરિકો સુધી, દરેક ભારતીય એકસાથે "વંદે માતરમ્"ના સંપૂર્ણ સંસ્કરણનું ગાન કરશે. એક રાષ્ટ્ર, એક અવાજ, એક લાગણી! આ વિશેષ અવસરે...