
ચીન પર એમેરિકાએ વધુ ટેરીફ નાખ્યા બાદ ચીન જો આ ગેમ રમે તો, ભારતના ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ જે સપના જોવે છે તે માત્ર ગુલાબી સપના જ રહી જશે?
સૌ પ્રથમ વાત કરીએ 2023માં મૅક્સિકો ચીનને પછાડીને અમેરિકામાં નિકાસ કરતો નંબર વન દેશ બની ગયો તે અંગે કે એ વર્ષે અમેરિકામાં $476 બિલિયનનાં મૂલ્યનાં માલસામાનની નિકાસ મેક્સિકો દેશ કરતો થઈ ગયો અને ચીનમાંથી $427 બિલિયનનાં મૂલ્યનાં માલસામાનની નિકાસ અમેરિકામાં થતી હતી.
આ ખેલ ચીનનો હતો. મેક્સિકોમાં ઘણી કંપનીઓ ખાસ કરીને કાર ઉત્પાદકોએ અમેરિકા સાથેના મુક્ત વેપાર કરાર અને ત્યાં ઉત્પાદનના ઓછા ખર્ચનો લાભ લેવા માટે તેમનું ઉત્પાદન મૅક્સિકો ખાતે ખસેડી દીધું હતું. 2023 માં મૅક્સિકો વિશ્વનો સાતમો સૌથી મોટો પૅસેન્જર કારનો ઉત્પાદક દેશ બની ગયો હતો. અમેરિકા સાથેના મુક્ત વેપાર કરારને કારણે મૅક્સિકો કાર ઉત્પાદનમાં વિશ્વનું કેન્દ્ર બની ગયું છે.
ટ્રમ્પ દ્વારા ચીન પર ભારે ટેરિફ લાદવાના કારણે પૂર્વ એશિયાના અન્ય દેશોનાં માલસામાનની અમેરિકામાં થતી નિકાસમાં વધારો જોવા મળ્યો. એટલે ઘણી ચાઈનીઝ કંપનીઓએ US ટેરિફથી બચવા માટે આ ...