“MISSION MILAAP”: વાપી ટાઉન પોલીસે બે ગુમ થયેલા સગીર બાળકોને ઉમરગામ રેલ્વે સ્ટેશનથી શોધી પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલન
વાપી ટાઉન પોલીસ સ્ટેશને "મિશન મિલાપ"/MISSION MILAAP અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરીને બે સગીર વયના બાળકોને શોધી કાઢીને તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવ્યું છે.
આ ઓપરેશન પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગ, તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની રાહબરી હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવે, વાપી વિભાગ, વાપીના માર્ગદર્શન મુજબ પાર પાડવામાં આવ્યું હતું.
ગુમ થયેલા બાળકોની ઉંમર અનુક્રમે 12 વર્ષ અને 9 વર્ષ છે.
આ બાળકોના પરિવારો વાપીના ભડકમોરા, નાનીસુલપડ વિસ્તારના રહેવાસી છે અને મૂળ બિહારના બાંકા તથા વૈશાલી જિલ્લાના વતની છે.
ગઈકાલ તારીખ 09/11/2025ના રોજ બે પરિવારોના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે તેમના પુત્રો તારીખ 06/11/2025ના રોજ લગભગ 08:30 વાગ્યે તેમની બિલ્ડિંગ નીચેથી રમતા રમતા ઘરે કંઈ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.
પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પટેલના નેત...









