Friday, June 20News That You Want to Read

Tag: Restrictions on rivers

વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન નદી, દરિયા અને કોઝ-વે પર પ્રતિબંધ: જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન નદી, દરિયા અને કોઝ-વે પર પ્રતિબંધ: જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

Gujarat
વલસાડ, 19 જૂન 2025: ચોમાસાની ઋતુમાં વલસાડ જિલ્લામાં નદી, નાળા, નહેર, કોઝ-વે અને દરિયામાં પાણીના ભારે વહેણ અને ઊંચા મોજાંને કારણે જાનમાલના નુકસાનની સંભાવનાને ધ્યાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું જારી કર્યું છે. જાહેરનામાના મુખ્ય નિયમો: નદી, નાળા, જળાશયો અને ધોધમાં પ્રવેશ પર પ્રતિબંધ: જિલ્લાના તમામ નદી, નાળા, નહેર, ચેકડેમ, જળાશયો અને ધોધમાં ન્હાવા, કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશવું નહીં. દરિયાકિનારે નિયંત્રણ: ભરતી દરમિયાન અથવા ચોમાસામાં ઊંચા મોજાં હોય ત્યારે દરિયામાં ન્હાવા જવું અથવા જોખમી રીતે ઉભા રહેવું નહીં. કોઝ-વે પર પસાર થવા પર રોક: પાણીનું વહેણ હોય ત્યારે કોઈ વ્યક્તિ કે વાહન કોઝ-વે પરથી પસાર ન થાય. ફોટા/સેલ્ફી પર પ્રતિબંધ: ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ/કેમેરામાં ફોટા કે સેલ્ફી લેવી નહીં. ...