Friday, June 20News That You Want to Read

News

વલસાડ પોલીસે મેન્ટર પ્રોજેકટ અંતર્ગત મિલ્કત તથા NDPS સબંધી ગુનામા અગાઉ પકડાયેલ જીલ્લાના 105 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા

વલસાડ પોલીસે મેન્ટર પ્રોજેકટ અંતર્ગત મિલ્કત તથા NDPS સબંધી ગુનામા અગાઉ પકડાયેલ જીલ્લાના 105 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા

Gujarat, National, News
વલસાડ જીલ્લામાં અસામાજીક તત્વો ઉપર અંકુશ લાવી શકાય. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેવા હેતુથી વલસાડ પોલીસે મેન્ટર પ્રોજેકટ હેઠળ મહત્વની કામગીરી બજાવી છે. જેમાં ભુતકાળમા બે કે તેથી વધુ મિલકત સબંધી ગુનાઓ/NDPS ગુનાઓમા સંકળાયેલ આરોપીઓ ભવિષ્યમા બીજા ગુનાઓ ન આચરે તે અન્વયે જીલ્લાના 105 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતાં. પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી વલસાડની અધ્યક્ષતામા વલસાડ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા અને અગાઉ બે કે તેથી વધુ મિલ્કત સબંધી ગુનાઓમા પકડાયેલ કુલ-148 આરોપીઓ તથા NDPS ગુનાઓમા અગાઉ પકડાયેલ-67 આરોપીઓ ઉપર સતત દેખરેખ રાખવા પોલીસ કર્મચારીઓની મેન્ટર તરીકે નિમણુક આપવામા આવી હતી. જે આરોપીઓ અગાઉ કરેલ ગુનાઓને દોહરાવે નહી તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ઓફીસ ખાતે વલસાડ જીલ્લાના મેન્ટરો દ્રારા આરોપીઓને રાઉન્ડઅપ કરી તમામ થાણા અધિકારીઓની હાજરીમા સઘન પુછપરછ કરવામા આવી હતી. આ...
વલસાડ પોલીસે હાથ ધરેલ સરપ્રાઇઝ વાહન ચેકિંગમાં 52 વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં તો, ડ્રંક એન્ડ ડ્રાઇવ ના કુલ 24 કેસ કરવામાં આવ્યાં

વલસાડ પોલીસે હાથ ધરેલ સરપ્રાઇઝ વાહન ચેકિંગમાં 52 વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં તો, ડ્રંક એન્ડ ડ્રાઇવ ના કુલ 24 કેસ કરવામાં આવ્યાં

Gujarat, National, News
વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં તા. 17/03/2025 ના રાત્રીના 10 વાગ્યાથી તા. 18/03/2025 ના કલાક 00/30 સુધી સરપ્રાઇઝ વાહન ચેકીંગનુ આયોજન કરવામાં આવેલ હતુ. આ વાહન ચેકીંગ દરમ્યાન M.V.Act. 207 મુજબ 52 વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં હતાં, M.V.Act. 185 મુજબના (ડ્રંક એન્ડ ડ્રાઇવ) ના કુલ 24 કેસો કરવામાં આવેલ હતા. સદર વાહન ચેકીંગમાં વલસાડ ડિવિઝનના DySP તથા વાપી ડિવિઝનના DySP પોતે પણ ફીલ્ડમાં હાજર રહ્યા હતાં. તેમની અધ્યક્ષતામા ડીવીઝન વાઇઝ દરેક પોલીસ સ્ટેશનના થાણા અધિકારી તેમજ તાબાના પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જી.આર.ડી. કર્મચારીઓ મારફતે ચુસ્ત અને સઘન વાહન ચેકીંગ કરવામાં આવ્યાં હતાં. આ વાહન ચેકીંગ દરમ્યાન પો.સ્ટે.ના જુદા જુદા પોઇન્ટો ઉપર થાણા અધિકારીઓ તથા તાબાના પોલીસ કર્મચારીઓ મારફતે અસરકારક વાહન ચેકીંગ કર્યું હતું. જેમાં M.V.Act. 207 મુજબના 52 વાહનો ડીટેઇન ક...
લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ તાલુકાના ધરાસણા અને છરવાડા ગામે મીઠા ઉદ્યોગના તલસ્પર્શી પ્રશ્નો રજૂ કરી કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું

લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ તાલુકાના ધરાસણા અને છરવાડા ગામે મીઠા ઉદ્યોગના તલસ્પર્શી પ્રશ્નો રજૂ કરી કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું

Gujarat, National, News
લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ તાલુકાના ધરાસણા અને છરવાડા ગામે મીઠા ઉદ્યોગને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા છે. યુપીએ સરકાર દ્વારા વર્ષ 2013 માં જમીનના લીઝ ના ભાવ વધારા અંગે રજૂઆત કરી ભાવ ઘટાડવા સાંસદે કેન્દ્ર સરકારને અસરકારક રજૂઆત કરી છે. સાંસદ ધવલ પટેલે સંસદમાં રજૂ કરેલા પ્રશ્નમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને સરકારનું ધ્યાન ગુજરાતના વલસાડ તાલુકા ના ધરાસણા અને છરવાડા સહકારી મીઠા ઉદ્યોગ તરફ દોરતા જણાવ્યું હતું કે, સોલ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સોસાયટીઓ પર લાદવામાં આવેલા જમીનના ભાડા અને અસાઇનમેન્ટ ચાર્જિસમાં થયેલા અતિશય વધારા તરફ ધ્યાન દોરવું, મને ગમે છે. આ મીઠાના ઉત્પાદન એકમોને 1974 અને 1994માં 20 વર્ષ માટે લીઝ પર આપવામાં આવ્યા હતા, જેમાં વધુ 20 વર્ષનો સમયગાળો હતો, નવીનીકરણની જોગવાઈ હતી, મૂળ લીઝ મુજબ, અસાઇનમેન્ટ ફી ₹ 1/- હતી અને જમીનનું ભાડું ₹ 2/- પ્રતિ એકર હતું...