Friday, June 20News That You Want to Read

વલસાડ પોલીસે મેન્ટર પ્રોજેકટ અંતર્ગત મિલ્કત તથા NDPS સબંધી ગુનામા અગાઉ પકડાયેલ જીલ્લાના 105 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા

વલસાડ જીલ્લામાં અસામાજીક તત્વો ઉપર અંકુશ લાવી શકાય. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેવા હેતુથી વલસાડ પોલીસે મેન્ટર પ્રોજેકટ હેઠળ મહત્વની કામગીરી બજાવી છે. જેમાં ભુતકાળમા બે કે તેથી વધુ મિલકત સબંધી ગુનાઓ/NDPS ગુનાઓમા સંકળાયેલ આરોપીઓ ભવિષ્યમા બીજા ગુનાઓ ન આચરે તે અન્વયે જીલ્લાના 105 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતાં.

પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી વલસાડની અધ્યક્ષતામા વલસાડ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા અને અગાઉ બે કે તેથી વધુ મિલ્કત સબંધી ગુનાઓમા પકડાયેલ કુલ-148 આરોપીઓ તથા NDPS ગુનાઓમા અગાઉ પકડાયેલ-67 આરોપીઓ ઉપર સતત દેખરેખ રાખવા પોલીસ કર્મચારીઓની મેન્ટર તરીકે નિમણુક આપવામા આવી હતી.

જે આરોપીઓ અગાઉ કરેલ ગુનાઓને દોહરાવે નહી તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ઓફીસ ખાતે વલસાડ જીલ્લાના મેન્ટરો દ્રારા આરોપીઓને રાઉન્ડઅપ કરી તમામ થાણા અધિકારીઓની હાજરીમા સઘન પુછપરછ કરવામા આવી હતી.

આ કાર્યવાહીમાં મિલ્કત સબંધી ગુનાઓમા સંડોવાયેલ-76 તથા NDPS ગુનાઓમા સંડોવાયેલ-29 મળી કુલ-105 આરોપીઓને રાઉન્ડઅપ કરવામા આવ્યાં હતાં. જે તમામ આરોપીઓને ભવિષ્યમા ક્રાઇમ નહી કરવા તાકીદ કરવામા આવી હતી.

આ કામગીરી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહની સુચના તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી વલસાડની અધ્યક્ષતામા કરવામાં આવી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *