Saturday, June 21News That You Want to Read

Gujarat

મહારાષ્ટ્રના ઘોડબંદરથી ડમ્પરની ચોરી કરી મોટી ઢોલડુંગરી ખાતે ધાબાના કંમ્પાઉન્ડમાં મૂકી પરત લેવા આવેલ 3 આરોપીની ધરમપુર પોલીસે કરી ધરપકડ

મહારાષ્ટ્રના ઘોડબંદરથી ડમ્પરની ચોરી કરી મોટી ઢોલડુંગરી ખાતે ધાબાના કંમ્પાઉન્ડમાં મૂકી પરત લેવા આવેલ 3 આરોપીની ધરમપુર પોલીસે કરી ધરપકડ

Gujarat, National
મહારાષ્ટ્ર ના થાણે જિલ્લાના ઘોડબંદર વિસ્તારમાંથી 3 આરોપીઓએ 35 લાખની કિંમતના ટાટા ડમ્પર ટ્રકની ચોરી કરી હતી. જે બાદ આ ટ્રકને ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી એચ.પી.પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સાંઇ ધાબાના કંમ્પાઉન્ડમાં મૂકી જતા રહ્યા હતાં. આ ડમ્પર ને ફરી લેવા આવતા વોચ ગોઠવી ધરમપુર પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ ધરમપુર પોલીસ સ્ટેશનના PI એન. ઝેડ. ભોયાને વલસાડ LCB શાખાએ જણાવેલ કે, મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઘોડબંદરથી એક ટાટા ડમ્પર ટ્રક નંબર MH48-CQ-7229 ની ચોરી થઇ છે અને તેમાં GPS ચાલુ છે. જે આધારે તેનું લોકેશન ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. જેથી PI એન. ઝેડ. ભોયા તથા ધરમપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસ કરતા સદર ટ્રક ધરમપુર મોટી ઢોલડુંગરી એચ.પી.પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સાંઇ ધાબાના કંમ્પાઉન્ડમાં પાર્ક કરેલ મળી આવ્યું હતું. જો કે, ડમ્પર આસપાસ ...
SMST CUP 2025ની ફાઈનલ મેચમાં ક્રિકેટ ક્લબ રેંટલાવનો જય જલારામ સલવાવ સામે રોમાંચક વિજય

SMST CUP 2025ની ફાઈનલ મેચમાં ક્રિકેટ ક્લબ રેંટલાવનો જય જલારામ સલવાવ સામે રોમાંચક વિજય

Gujarat, National
શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ તાલુકા પારડી અને વાપી દ્વારા SMST CUP 2025 નું આયોજન ઉમરસાડી માંગેલવાડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પારડી અને વાપી તાલુકાની 42 ટીમો એ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તારીખ 01/03/2025 ના રોજ 6 ટીમ વચ્ચે સુપર સિક્સ સાંઈ મેઘપન ક્રિકેટ સ્પોટઁસ લાઈફ પરીયા ખાતે રમાઈ હતી. આ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમા મુખ્ય મહેમાન BAPS સ્વામિનારાયણ સેલવાસ સંસ્થા ચિન્મય સ્વામી ના કર કમલો દ્રારા કરવામાં આવ્યુ ત્યાર બાદ SMST CUP 2025 ની ફાઈનલ મેચ ક્રિકેટ ક્લબ રેંટલાવ  અને જય જલારામ સલવાવ A વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમા રેટલાવ ક્રિકેટ ક્લબ પ્રથમ બેટીંગ કરી 37 રન બનાવ્યા હતા. એના જવાબમાં જય જલારામ સલવાવ એ 30 રન બનાવી શકી હતી. રેટલાવ ક્રિકેટ ક્લબ નો 7 રન થી રોમાંચક વિજય થયો હતો. પારિતોષિક ઈનામ વિતરણ કાયઁકમ માં બીજેપી વાપી શહેર પ્રમુખ મનીષ દેસાઈ, બીજેપી વાપી તાલુકા પ્રમુખ સમ...
વાપીના જાણીતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું કરાયું વિમોચન, આ પુસ્તક વિદ્યાર્થીઓ, વાલીઓ માટે છે તબીબી માર્ગદર્શિકા સમાન 

વાપીના જાણીતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું કરાયું વિમોચન, આ પુસ્તક વિદ્યાર્થીઓ, વાલીઓ માટે છે તબીબી માર્ગદર્શિકા સમાન 

Gujarat, National
વાપીમાં રેડીયોલોજિસ્ટ તરીકેની સફળ કારકિર્દી ધરાવતા અને અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓને તબીબી માર્ગદર્શન આપતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું 26મી ફેબ્રુઆરી મહાશિવરાત્રી ના પર્વે વિમોચન કરવામાં આવ્યું હતું. વાપીમાં સેલવાસ રોડ પર આવેલ સહારા માર્કેટમાં Laddha & co. Chartered accountants ખાતે અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહે તેમના દ્વારા લિખિત "Your Passport to HMT" 'A Groundbreaking Medical Guide' '3 Pillars of Great Life' શીર્ષક હેઠળના પસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તક વિમોચન પ્રસંગે પુસ્તક લખવા પાછળના ઉદેશ્ય અંગે ડૉ. પ્રકાશ શાહે જણાવ્યું હતું કે, તેઓ વાપીમાં રેડિયો લોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. અને જે પુસ્તક લખ્યું છે તેનું નામ "Your Passport to HMT" '3 Pillars of Great Life' છે. આ પુસ્તક દરેક વ્યક્તિન...
રેલ્વે-સ્ટેશન, બસ-સ્ટેશન જેવા વિસ્તારમા પડાવ નાખી, રાત્રી દરમ્યાન ઘર, દુકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરને વલસાડ સીટી પોલીસ રાજસ્થાનથી પકડી લાવી

રેલ્વે-સ્ટેશન, બસ-સ્ટેશન જેવા વિસ્તારમા પડાવ નાખી, રાત્રી દરમ્યાન ઘર, દુકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરને વલસાડ સીટી પોલીસ રાજસ્થાનથી પકડી લાવી

Gujarat, National
વલસાડ સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બ્લુમુન મોબાઈલ ગેલેરી નામની શોપ, તાજ મોબાઈલ, સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાં તેમજ આણંદ રેલ્વે સ્ટેશન પાસે આવેલ યા દાદા કોમ્પલેક્ષની મોબાઇલ શોપમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર 2 રીઢા ચોરને વલસાડ સીટી પોલીસ રાજસ્થાનથી પકડી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહીતા 2023ની કલમ 331(4), 305(એ), 62, 54 મુજબના ગુનાના કામે સર્વેલન્સના PSI ડી. એસ. પટેલ, એ. બી. ગોહીલ તથા સર્વેલન્સની ટીમેં અલગ-અલગ સીસીટીવી કેમેરા નો અભ્યાસ કરી, આ ગુનાના આરોપીઓ (1) છોટુ સિંહ ભટ સિંહ (2) રિડમલ સિંહ રમેશ સિંહને રાજસ્થાનના શિવાના, બાડમેર વિસ્તારમાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી છોટુસિંહ ભટસિંહ ઉ.વ.22 ધંધો-ડ્રાઇવીંગ રહે.ગોગાજી કા ધોરા, ભાટા ગામ, જિ.બાડમેર રાજસ્થાન તથા (2) રિડમલ સિંહ રમેશ સિંહ ઉ.વ.19 ધંધો-મજુરી રહે. ગ...