Friday, June 20News That You Want to Read

Tag: resolve of ‘Healthy Gujarat

વલસાડમાં 21 જૂને 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, કોમન યોગ પ્રોટોકોલથી ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’નો સંકલ્પ

વલસાડમાં 21 જૂને 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, કોમન યોગ પ્રોટોકોલથી ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’નો સંકલ્પ

Gujarat
વલસાડ, 19 જૂન 2025: આવતી 21 જૂને વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે, અને વલસાડ જિલ્લો પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા તૈયાર છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલ 45 મિનિટના કોમન યોગ પ્રોટોકોલના માધ્યમથી વલસાડના નાગરિકો ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ની થીમ સાથે સ્વસ્થ અને મેદસ્વિતામુક્ત ગુજરાતનું લક્ષ્ય હાંસલ કરશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વલસાડ જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિ વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ, આ યોગ દિવસની ઉજવણીમાં હજારો નાગરિકો સામૂહિક રીતે યોગ અભ્યાસ કરશે. આયુષ મંત્રાલયે તૈયાર કરેલા 45 મિનિટના કોમન યોગ પ્રોટોકોલમાં સંગઠન મંત્ર, સૂક્ષ્મ વ્યાયામ, આસન, પ્રાણાયામ, ધ્યાન, શાંતિ પાઠ અને સંકલ્પનો સમાવેશ થાય છે. આ પ્રોટોકોલનો હેતુ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનો છે. કોમન યોગ પ્રોટોકોલની રૂપરેખા: પ્રારંભ (1 મિનિટ): સંગઠન મંત્રથી શરૂઆત, જે શાંત અને સ...