Saturday, June 21News That You Want to Read

પોર્ટુગલમાં જવા માટે ખોટા (બનાવટી) નામ, સરનામા આધારે પાસપોર્ટ કઢાવતા એક ઇસમને વલસાડ SOG એ ઉમરગામ તાલુકામાંથી ઝડપી પાડ્યો

વલસાડ SOG ની ટીમે પોર્ટુગલમાં જવા માટે ખોટા (બનાવટી) નામ, સરનામા આધારે પાસપોર્ટ કઢાવતા એક ઇસમને ઉમરગામ તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. હ્યુમન સોર્સ આધારે SOG એ આ સફળતા મેળવી છે. જેમાં મરોલી, બારીયાવાડ, રાજેશ બાબુભાઇ બારીના રહેણાંક મકાનમાંથી રાજેશ બાબુભાઇ બારીને ઝડપી પાડ્યો છે.

SOG એ આપેલી વિગતો મુજબ મરોલી, બારીયાવાડ, તા.ઉમરગામ, જી.વલસાડ ખાતે રહેતા રાજેશ બાબુભાઇ બારીએ પોતાના આર્થિક ફાયદા માટે “રાજેશ બગન રંચોર” ના ખોટા નામના દસ્તાવેજો જન્મનુ પ્રમાણપત્ર, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ, બેન્ક પાસબુક, એફીડેવીટ કરી હતી. જેની સાથે નહી પકડાયેલ સહ આરોપી પાસે આ દસ્તાવેજો ખોટા હોવાનુ જાણતો હોવા છતા સાચા દસ્તાવેજો તરીકે સરકારી કચેરીઓમાં રાજય સેવક સમક્ષ ખરા તરીકે રજુ કર્યા હતાં. ખોટા નામનો ભારતીય પાસપોર્ટ તથા પોર્ટુગીઝ પાસપોર્ટ તથા પોર્ટુગીઝ રિપબ્લીકનુ આઇડેન્ટીટી કાર્ડ મેળવી આ કામના આરોપીઓએ ભેગા મળી પુર્વ આયોજીત ગુન્હાહિત કાવતરૂ રચ્યું હતું.

આ કેસમાં ગુન્હો કરી પકડાય રાજેશ બાબુભાઇ બારી વિરૂધ્ધ મરીન ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે BNS એકટ 2023 ની કલમ 336(2), 337, 338, 336(3), 340(2), 339, 61(2)એ તથા પાસપોર્ટ અધિનીયમ 1967 ની કલમ 12(1)(એ)(બી) મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ SOG વલસાડના PSI બી. એચ. રાઠોડ ચલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપીનું નામ રાજેશ બાબુભાઇ બારી છે. તે મૂળ રહેવાસી. મરોલી, બારીયાવાડ, તા.ઉમરગામનો છે. જેને પકડી પડવાની સદર કામગીરી પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સુરતના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા સુચના કરી હતી. જે અંગે SOG PI એ.યુ.રોઝની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. PSI બી. એચ. રાઠોડ તથા પોલીસ સ્ટાફના માણસો ચાર્ટર લગત કામગીરી અર્થે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હે.કો. દિગ્વિજયસિંહ વિક્રમસિંહ તથા પો.કો. અરશદભાઇ યુસુફભાઇ તથા પો.કો. નવિનકુમાર સુભાષભાઇ વગેરે સ્ટાફની મદદથી ટીમ વર્કમાં કરવામાં આવી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *