Friday, June 20News That You Want to Read

વાપીના દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાયટર બનાવતી કંપનીમાં ભીષણ આગથી ગભરાટનો માહોલ

વાપી GIDC નજીક આવેલ ડુંગરા વિસ્તારના Damanganga Industrial Park માં Plot No. 11, S. No. 3309 માં કાર્યરત Adhunik Multitrade LLP નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કંપનીમાં લાયટર બનાવવામાં આવતા હોય તેમાં ભરવામાં આવતા ગેસને કારણે આ આગ લાગી હતી. જેને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ નો માહોલ ઉત્પન્ન થયો હતો.

શુક્રવારે બપોરે બનેલ આગની આ ઘટના બાદ દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વાપી નોટિફાઇડ, વાપી મહાનગરપાલિકા અને આરતી જેવી કંપનીઓમાંથી ફાયર ટેન્ડર બોલાવી પાણી અને ફૉમ નો મારો ચલાવવામાં આવ્યો હતો. આગની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકટોળુ એકઠું થયું હતું. વિકરાળ આગ સાથે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉઠ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર મળ્યા નથી. બે કલાકની જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવવામાં સફળ થયાં છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *