દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા “સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત વલસાડ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર ના સફળતાપૂર્વક 11 વર્ષ પૂર્ણ થતાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરની સુચના અને માર્ગદર્શન મુજબ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને, ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ,લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં મોદી સરકાર ના સફતળતા પૂર્વક 11 વર્ષ વિકસિત ભારતના અમૃતકાળ સેવા, સુશાસન,ગરીબ કલ્યાણ ના “સંકલ્પ થી સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત “પત્રકાર પરિષદ” નું આયોજન વલસાડ સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું
જેમાં ગુજરાત સરકારના નાણાં,ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સિદ્ધિઓ અને વિકાસકાર્યો સહિત પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી, લોકસભાના દંડક, વલસાડ-ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી વિવિધ યોજનાઓ અને દેશહિતમાં મોદીજી દ્વારા લેવામાં આવેલ નિર્ણયો અંગે માહિતીઓ આપી હતી.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, ડાંગ જિલ્લા ભાજપના પ્રમુખ કિશોરભાઈ ગાંવીત,વલસાડ ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ દિવ્યેશ કૈલાશનાથ પાંડે, જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હિતેશભાઈ સુરતી જિલ્લા આઇ.ટી. ઇન્ચાર્જ ધ્રુવીનભાઈ પટેલ, ઉપસ્થિત રહ્યા હતા.