Friday, June 20News That You Want to Read

9 વર્ષથી નાસતો આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો, વલસાડ પોલીસની કાર્યવાહી

વાપી, તા. 13 જૂન 2025: વલસાડ જિલ્લા પોલીસે 9 વર્ષથી નાસતા ફરતા આરોપી ઇસરાર લજજતઅલી ખાનને ઉત્તરપ્રદેશના પ્રતાપગઢથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 2016માં ગુના નોંધાયા હતા, જેમાં ચોરી, છેતરપિંડી, જાલસાજી અને ગુનાહિત કાવતરાના આરોપો હતા.

રેન્જ આઇજી શ્રી પ્રેમ વિર સિંહ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પટેલ અને તેમની ટીમે બાતમીના આધારે ઉત્તરપ્રદેશથી આરોપીને ઝડપી લીધો.

આરોપીને વાપી લાવી 13 જૂન, 2025 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી અને તેના સાગરિતો ટ્રકની ચોરી કરી, એન્જિન-ચેસિસ નંબર બદલી, ખોટા દસ્તાવેજો તૈયાર કરી નાગાલેન્ડ ખાતે ટ્રકનું રજિસ્ટ્રેશન કરાવી, વલસાડ આરટીઓમાં રજૂ કરીને ટ્રકનો રંગ અને નંબર બદલી વેચી દેતા હતા.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પટેલ, એએસઆઇ રાજેન્દ્ર યશવંતરાવ, પો.કો. પ્રફુલ શાંતિલાલ અને પો.કો. જીતેન્દ્ર શાંતિલાલની ટીમે ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *