
ગુજરાત પોલીસ માટે પડકાર:- ભુજ અને અમદાવાદ JIC માં હાલ ક્ષમતા કરતા વધુ વિદેશીઓ છે તો, ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાથ ધરેલ કોમ્બિન્ગમાં પકડાયેલા બાંગ્લાદેશીઓ-પાકિસ્તાનીઓને ક્યાં રાખશે?
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 27 ભારતીય નાગરિકોના મોત બાદ દેશભરમાં વિદેશી નાગરિકો ખાસ કરીને બાંગ્લાદેશી, પાકિસ્તાનીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. ગુજરાતમાં પણ ગુજરાત પોલીસે આ ઝુંબેશ હેઠળ 1000 થી વધુ બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરી છે. એકલા વલસાડ જિલ્લામાંથી જ આવા 350 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને વિવિધ પોલીસ થાણામાં લાવી તપાસ હાથ ધરી છે.
સામાન્ય રીતે દેશમાં ઘૂસણખોરી કરનાર વિદેશી નાગરિકો ગુજરાતમાં ક્યાંયથી પણ પકડાય તો તેને ભુજ અને અમદાવાદ Joint Interrogation Center (JIC) માં લઇ જવા પડે છે. હાલમાં બન્ને સ્થળે ક્ષમતા કરતા વધુ વિદેશીઓ છે તો, હાલમાં પકડાયેલાઓને ક્યાં લઈ જશે? એ અંગે મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લામાં હાલ વિદેશી નાગરિકોનું ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. સુરત, અમદાવાદ જેવા શહેરોમાં પણ ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. જે બાદ આ વિદેશી નાગરિકોને ક્યાં રાખવા...