
વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ (UCC) સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણીઓ અને વહિવટી તંત્ર સાથે બેઠક યોજી
સમાન સિવિલ કોડ (UCC) લાગુ કરવા પહેલા લોકોના મંતવ્યો અને સલાહ, સૂચન જાણવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રીમતી રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને રચાયેલી ગુજરાત રાજયની યુનિફોર્મ સિવિલ કોડની કમિટી બુધવારે વલસાડ ખાતે આવી પહોંચી હતી.
કમિટીના ચેરપર્સન દેસાઈ અને કમિટીના સભ્યોએ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક અગ્રણીઓ, વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કોલેજના આચાર્યો, એવોર્ડ વિજેતાઓ, કાયદાના નિષ્ણાંતો અને સામાજિક કાર્યકરો સાથે પરિચય કેળવી કાયદા અંગે બેઠક યોજી હતી. જેમાં સમિતિએ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસે UCC કાયદા અંગેના અભિપ્રાયો, મંતવ્યો અને સૂચનો રૂબરૂ મેળવ્યાં હતાં.
સમાન નાગરિક સંહિતા અંગે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિના સભ્ય અને નિવૃત્ત આઈ.એ.એસ. સી.એલ.મીણાએ બેઠકમાં સૌને આવકારી જણ...