વલસાડ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી સમિતિની બેઠક મળી
વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક ઈન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.
વલસાડ જિલ્લામાં હાઈવે અને સ્ટેટ હાઈવે પર થતા અકસ્માતોને રોકવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા દ્વારા જૂના બ્લેક સ્પોટ અને નવા ઉમેરાયેલા બ્લેક સ્પોટ અંગે પીપીટી દ્વારા પ્રેઝન્ટેશન કરી આ બ્લક સ્પોટ ઉપર થતા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકાય તે અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, સ્ટેટ અને જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને જ્યાં જ્યાં બ્લેક સ્પોટ છે ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષા માટે સર્વિસ રોડ, રેલીંગ, સોલાર બ્લિનકર્સ, સાઈન બોર્ડ, સ્પીડ લિમિટ બોર્ડ, રબર સ્ટ્રીપ બમ્પ બનાવવા સહિતના અનેક સૂચનો કર્યા હતા.
આ સિવાય શહેર અને જિલ્લામાં આવેલા વિવિધ ધોરીમાર્ગો, ડુંગરાળ વિસ્તારોમાં માર્ગ સલામતી પુલોની સલામતી જાળવવા જરૂરી ચકાસણી અને સુધ...