Friday, June 20News That You Want to Read

વલસાડ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી

વલસાડ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની માસિક બેઠક મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ વલસાડ અને ઉમરગામના ધારાસભ્યોએ પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કાર્યોની રજૂઆત કરી હતી.

ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી. ભાગ – 2 ની બેઠકમાં રોડ પહોળા કરવા દરમિયાન નડતરરૂપ વીજલાઈન અને ડીપી ખસેડવાની કામગીરી માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન, સંકલન સમિતિના પત્રક મહિનાની 10 તારીખ સુધીમાં મોકલી આપવા ઈન્ચાર્જ જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.

સંકલન સમિતિની બેઠકમાં પ્રાયોજના વહીવટદાર કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા, વલસાડ પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌર, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સરંક્ષક અભયકુમાર સિંહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયા, ઉત્તર વન વિભાગના નાયબ વન સરંક્ષક લોકેશ ભારદ્વાજ, દક્ષિણ વન વિભાગના નાયબ વન સરંક્ષક ઋુષિરાજ પુવાર, ઈન્ચાર્જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિમલ પટેલ, જિલ્લા આયોજન અધિકારી ભરતભાઈ પટેલ સહિત વિવિધ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *