Saturday, June 21News That You Want to Read

વલસાડ જિલ્લામાં સગીરા સાથે અડપલા કરી દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કારાવાસની સજા 

વલસાડ જીલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાને બીસ્કીટ, ચોકલેટ, આપવાની લાલચ આપી શારીરીક છેડછાડ તથા દુષ્કર્મ કરી માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હીંચકારા કૃત્ય મામલે વલસાડ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી જેમાં નામદાર કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન સખત કેદની સજા ફરમાવી  ન્યાય અપાવ્યો છે.

વલસાડ જીલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મનો ભોગબનનારના વાલીએ આરોપી વિરૂધ્ધમાં તા.21/05/2022 ના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતાં આરોપી વિરૂધ્ધમાં ડુંગરા પોલીસ સ્ટેશન IPC કલમ 376(એ)(બી), 506(2) તથા બાળકોને જાતીય સતામણીના ગુન્હાઓ સામે રક્ષણ આપતો કાયદો 2012 ની કલમ 8, 12 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ.

સદરહુ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક, વાપી વિભાગની સુચના અને માર્ગદર્શન મુજબ તપાસ કરનાર અધિકારી ગુનાની તપાસ હાથ ધરી આરોપી પકડી પાડી જરૂરી પુરાવાઓ એકત્રિત કરી ભોગબનનાર સગીરા તથા લાગતા વળગતા સાહેદોના નિવેદનો તથા CRPC કલમ 164 મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદનો નોંધવામાં આવેલ અને મેડીકલ, દસ્તાવેજી તથા ફોરેન્સીક પુરાવાઓ એકત્ર કરી આરોપી વિરૂધ્ધમાં તા.24/06/2022 ના રોજ નામદાર સ્પેશ્યલ સેશન્સ કોર્ટમાં ચાજશીટ કરવામાં આવેલ.

આ ગુનાની ચાર્જશીટ આધારે નામદાર સ્પેશ્યલ સેશન્સ કોર્ટમાં સ્પે.પોક્સો કેસની પ્રોસીક્યુશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ અને સરકાર તરફે સેશન્સ કોર્ટ વલસાડના મુખ્ય જીલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ પ્રોસીક્યુશન હાથ ધરી સરકાર તરફે આરોપી વિરૂધ્ધમાં નામદાર કોર્ટ સમક્ષ દસ્તાવેજી પુરાવા રજુ કરી ચાર્જ ફ્રેમ કરી હતી.

કેસના સાહેદો તપાસી આરોપી વિરૂધ્ધમાં નામદાર કોર્ટ સમક્ષ ઇન્સાફી કાર્યવાહી દરમ્યાન નામદાર કોર્ટ સમક્ષ દસ્તાવેજી પુરાવા આધારે નામદાર કોર્ટ ભોગબનનારનુ નિવેદન તથા મેડીકલ પુરાવાઓ તથા ફોરેન્સિક પુરાવા આધારે કેસ ચલાવી ધારદાર દલીલો કરી સંડોવાયેલ આરોપીને પોક્સો એક્ટ હેઠળ અંતિમ શ્વાસ સુધીની આજીવન સખત કેદની સજા તથા ભોગબનનારને રૂપિયા 6 લાખનો વળતરનો હુકમ કરી નામદાર કોર્ટ દ્વારા આવા પ્રકારના ગંભીર ગુનામાં દાખલારૂપ ચુકાદો આપવામાં આવ્યો હતો.

આ પ્રસંશનીય કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એમ. એન. બુબડીયા, પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર વી. ડી. મોરી, પોલીસ સબ ઇન્સ્પેકટર આર.કે. પ્રજાપતિ, મુખ્ય જીલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠી દ્વારા કરવામાં આવી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *