Saturday, June 21News That You Want to Read

ચોક્કસ સમયે જ રહસ્યમય રીતે નીકળતું ગંદુ પાણી આખરે કઇ કંપનીનું છે? GPCB અને CETP ની ટીમે તપાસ હાથ ધરી

વાપી GIDC માં 3rd Phase માં આવેલ અનેક ઉદ્યોગો અવારનવાર તેમની કંપનીનું એફલયુએન્ટ સ્ટ્રોમ વૉટર ડ્રેઈનમાં છોડી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ મામલે અનેકવાર GPCB અને CETP દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ કેટલીક સ્ટ્રોમ વૉટર ડ્રેઇન એવી પણ છે. જેમાં કંપનીઓના એફલયુએન્ટ ની ચોક્કસ વિગતો મળતી નથી. આવો જ ઘાટ હાલ GIDC ની સ્ટ્રોમ વોટર ડ્રેઈનમાંથી બીલખાડી માં ઠલવાતા એફલયુએન્ટ ને લઈ ને ઉભો થયો છે.

વાપી GIDC માં 3rd Phase માંથી પસાર થતી બીલખાડીમાં છેલ્લા ઘણા સમયથી ચોક્કસ સમયે બેનામી કંપનીઓનું એફલયુએન્ટ ઠાલવવામાં આવી રહ્યું છે. આ રહસ્યમય એફલયુએન્ટ કઇ કંપની દ્વારા છોડવામાં આવે છે તે અંગેની ચોક્કસ વિગતો GPCB કે CETP માટે રહસ્ય રહી છે. ત્યારે, ગુરુવારે આ વિસ્તારમાં આવેલ Infichem Pharma, Shree Raghuvir Dyechem, Vapi products, Sark industries સામેની મેઈન સ્ટ્રોમ વૉટર ડ્રેઈનની ચેમ્બરો ખોલી તપાસ હાથ ધરાઈ હતી.

GPCB અને CETP ની ટીમે આ રહસ્યમય એફલૂએન્ટ આખરે કઈ કંપનીનું છે. તેની તપાસ હાથ ધરવા ભારે કવાયત કરી હતી. તેમજ વિવિધ ચેમ્બરમાંથી પાણીના સેમ્પલ લીધા હતાં બીલખાડી માં ઠલવાઇ રહેલા પાણીના પણ સેમ્પલ લીધા હતાં. અને આ વખતે તો આ ચોક્કસ સમયે એફલયુએન્ટ છોડી પર્યાવરણ ને નુકસાન પહોંચાડનાર કંપની ની ભાળ મેળવી તેમની સામે દંડનીય કાર્યવાહી કરવા કટિબદ્ધતા દર્શાવી હતી. જો આ તપાસમાં GPCB અને CETP ને સફળતા મળશે તો કદાચ આ એક મોટું કૌભાંડ પણ બહાર આવશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *