Saturday, June 21News That You Want to Read

વાપી GIDC માં રાહદારીને કન્ટેઇનર ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત…!

વાપી GIDC માં આવેલ 3rd ફેઈઝ વિસ્તારમાં શુક્રવારે સવારે એક ગમખ્વાર અકસ્માતમાં રાહદારીનું કન્ટેઇનરની ટકકરે કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.

આ ઘટના અંગે વાપી GIDC પોલીસ મથકમાંથી મળેલી વિગતો મુજબ સવારે 11 વાગ્યા આસપાસ સ્ટીમ હાઉસ ચાર રસ્તા ખાતે RJ14-GT-7388 નંબરના કન્ટેઇનર ચાલક સંદીપ યાદવે પોતાનું કન્ટેઇનર ગફળતભરી રીતે ચલાવી ચાર રસ્તા ખાતે પગપાળા જઇ રહેલા સૂર્યપ્રકાશ જવાહર બિન્દને અડફેટે લઈ ટક્કર મારી હતી. જેમાં રાહદારી સૂર્યપ્રકાશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટના અંગે GIDC પોલીસ મથકમાં જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં. પોલીસે મૃતક 40 વર્ષીય સૂર્યપ્રકાશ બિંદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચલા PHC ખાતે મોકલી અકસ્માત સર્જનાર કન્ટેઇનર ચાલક મૂળ યુપી ના સંદીપ યાદવ સામે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સૂર્યપ્રકાશ બિંદ વાપી GIDC નજીક આવેલ કોચરવામાં મહાદેવ ફળિયાની એક ચાલીમાં રહેતો હતો. જેના અકસ્માત મોત બાદ તેમના ભાઈ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *