વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતને જિલ્લા કલેકટરનો વધારોનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજ્યમાં 16 જેટલા IAS અધિકારીઓની બદલીના હુકમ થતા વલસાડ જિલ્લા કલેકટર તરીકે ગાંધીનગર સ્થિત સ્વચ્છ ભારત મિશન (અર્બન)ના મિશન ડાયરેકટર ભવ્ય વર્માની નિમણૂક કરવામાં આવી છે.
જે અનુસંધાને આજે તા. 11 એપ્રિલ 2025ના રોજ શુક્રવારે જિલ્લા કલેકટર તરીકે ભવ્ય વર્માએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. જિલ્લા કલેકટર કચેરીના વિવિધ ખાતાના અધિકારીઓએ કલેકટરની પુષ્પગુચ્છ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ભવ્ય વર્મા રાજસ્થાનના જયપુરના વતની છે, જેઓ વર્ષ 2016ના સનદી અધિકારી છે. આ અગાઉ તેઓ કચ્છ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને લીંબડીના SDM સહિતના મહત્વપૂર્ણ હોદ્દા પર ફરજ બજાવી ચૂક્યા છે.