Saturday, June 21News That You Want to Read

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ સાથે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ અને પ્રતિનિધિ મંડળે તારીખ છઠ્ઠી એપ્રિલ થી તારીખ 11 એપ્રિલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશનો વિદેશ પ્રવાસ કર્યો હતો. આ વિદેશ પ્રવાસમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા, લોકસભાના દંડક, વલસાડ-ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ અને શ્રીમતી સંધ્યા રાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પ્રવાસ દરમ્યાન બંને દેશો પોર્ટુગલ અને સ્લોવાકીયા સાથે રાજનૈતિક તેમજ વ્યાપારિક સંબંધોનો નવો કીર્તિમાન સ્થાપી આ વિદેશ યાત્રા સંપન્ન કરી છે.

સાંસદ ધવલભાઈ પટેલની આ ઐતિહાસિક વિદેશ યાત્રાને લઇ એમના મતવિસ્તારના લોકો અને ભાજપના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની લાગણી જોવા મળી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર યુવા અને શિક્ષિત સાંસદોને વિષેશ પ્રોત્સાહન આપી રહી છે. જેના ભાગરૂપે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા અને દેશના માત્ર બે સાંસદો ની પસંદગી કરવામાં આવી હતી. જેમાં લોકસભાના દંડક, વલસાડ-ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ અને શ્રીમતી સંધ્યા રાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો,

ભારત દેશના રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ મંડળનું પોર્ટુગલ અને સ્લોવાકીયા દેશની સરકાર દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિના નેતૃત્વમાં સાંસદ ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળે બંને દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે શિષ્ટાચાર ભેટ કરી હતી. બંને દેશોની સંસદ ભવન ની મુલાકાત કરી લોકસભાના સ્પીકરો અને અધ્યક્ષો સાથે મુલાકાત કરી હતી. બંને દેશોના રાષ્ટ્રપતિ દ્વારા રાખવામાં આવેલ ગાલા ડિનરમાં પણ સહભાગી થયા હતા,

સાંસદ ધવલભાઈ પટેલે રાષ્ટ્રપતિજીના નેતૃત્વમાં બંને દેશો સાથેની દ્વિપક્ષીય વાર્તાલાપ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં બંને દેશોના રાજનૈતિક તેમજ વ્યાપારિક સંબંધો ને વધુ ઝડપભેર વિકસાવવા માટે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દેશના મહામહીમ રાષ્ટ્રપતિ ના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળનું પોર્ટુગલ અને સ્લોવાકીયા દેશોમાં ઇન્ડિયન કોમ્યુનિટી દ્વારા વિશેષ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહામહિમ રાષ્ટ્રપતિ અને સાંસદ ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,

વિદેશ પ્રવાસ દરમ્યાન સાંસદ ધવલ પટેલ અને પ્રતિનિધિ મંડળે સ્લોવાકીયા ખાતે આવેલ ટાટા ગ્રુપની લેન્ડરોવર કંપનીની મુલાકાત લઇ ત્યાં કાર્યરત ભારતીય કારીગરો સાથે મુલાકાત કરી એમના પરિવારના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી. સાંસદ ધવલભાઈ પટેલે રાષ્ટ્રપતિ સાથે ક્રુઝ બોટની યાત્રા કરી સ્લોવાકીયા દેશના ઐતિહાસિક સ્થળો અને સુંદર સ્થનો નિહાળ્યા હતા. પ્રતિનિધિ મંડળે લીસબન મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ મુલાકાત કરી મેયર સાથે શિષ્ટાચાર ભેટ કરી હતી

દેશના મહામહીમ રાષ્ટ્રપતિજી સાથે લોકસભા ના દંડક ,વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળે કરેલ પ્રવાસ દરમ્યાન બંને દેશો પોર્ટુગલ અને સ્લોવાકીયા સાથે રાજનૈતિક તેમજ વ્યાપારિક સંબંધોનો નવો કીર્તિમાન સ્થપાશે,

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *