સોમવાર 28મી એપ્રિલે વાપીના બલિઠા ગામ ખાતે આવેલ આલોક કંપનીમાં બોમ્બ હોવાની ખોટી અફવા ફેલાવનારને વલસાડ પોલીસે ઝડપી લીધો છે. મિત્રએ મિત્ર સાથે માત્ર 600 રૂપિયાની લેતી દેતી માં આ અફવા ફેલાવી હતી. આલોક કંપનીના કર્મચારી ધનંજય સુરેશ કુશ્વાહ તેના મિત્ર હર્ષ લક્ષ્મીશંકર તિવારીની રૂમમાં બે દિવસ રોકાયેલ જેનો ખર્ચો રૂ-200/- આપ્યા હતાં. પરંતુ, લક્ષ્મીશકરે 600 રૂપિયા માંગ્યા હતાં. જે ધનજયે ના પાડતા ધનંજય સુરેશ કુશ્વાહના વોટ્સઅપ નંબરથી જ આલોક કંપનીમાં બોમ્બ હોવાની ખોટી માહિતી ઉત્તર પ્રદેશ રાજયના પોલીસ કન્ટ્રોલ રૂમમાં આપી હતી.
આ માહિતીની સ્ટેટ કન્ટ્રોલ ગાંધીનગર તરફથી જાણ કરવામાં આવી હતી. માહિતી આપનારે તેના વોટ્સએપ એપ્લીકેશનના માધ્યમથી ઉત્તર પ્રદેશ રાજયના પોલીસ કન્ટ્રોલના વોટ્સએપ નંબર ઉપર કલાક 09/18 વાગ્યાના અરસામાં મેસેજ કરી જાણ કરી હતી. આ હકીકતને ગંભીરતાથી લઇ વાપી ટાઉન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 351(4), 353(2) મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા, ભાર્ગવ પંડ્યા સાહેબ I/C નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગના માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા એલ.સી.બી./એસ.ઓ.જી. શાખા, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ તથા વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી/કર્મચારીઓ સાથે તુરંત જ બલીઠા ગામમા આવેલ આલોક કંપનીમાં પહોંચી કંપનીમાં આશરે 4000 જેટલા વર્કરો કામ કરતા હોય જેઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ તથા ડોગ સ્કવોડની મદદથી કંપનીનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ.
પરંતુ સંપુર્ણ કંપનીમા ચેકીંગ કરતા કોઇ બોમ્બ લગત કે વિસ્ફોટક પદાર્થ કે બોમ્બ મળી આવેલ નહી જેથી બોમ્બ હોવાની માહિતી આપનારના વોટસઅપ નંબરની માહિતી મેળવી ટેક્નીકલ એનાલીસીસ આધારે તપાસ કરતા આલોક કંપનીનો કર્મચારી ધનંજય સુરેશ કુશ્વાહની સઘન પુછપરછ કરી તેના મિત્ર હર્ષ લક્ષ્મીશંકર તિવારીની ઉડાણપુર્વક સઘન પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, અને જણાવેલ તેનો મિત્ર ધનંજય સુરેશ કુશ્વાહ તેની બિલ્ડીંગમાં પોતાની રૂમ ખાલી કરી બે દિવસ મારા રૂમમા રોકાયેલ જેનો ખર્ચો રૂ-200/- આપેલ પરંતુ બે દિવસ રોકાવવાના રૂ!-600/- માંગેલ જે રૂપીયા આપવાની ધનંજય સુરેશ કુશ્વાહએ ના પાડેલ જે બાબતેનુ મનદુ:ખ રાખી તેનો બદલો લેવા સારૂ ધનંજય સુરેશ કુશ્વાહના વોટ્સઅપ નંબરથી આલોક કંપનીમાં બોમ્બ હોવાની ખોટી માહિતી ઉત્તર પ્રદેશ રાજયના પોલીસ કન્ટ્રોલ રૂમમાં આપેલ હોવાની હકીકત જણાવી કબુલાત કરતા તેને તાબામાં લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પ્રસંશનીય કામગીરી ભાર્ગવ પંડયા સાહેબ I/C નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગ વાપીના સતત માર્ગદર્શન હેઠળ PI. ઉત્સવ બારોટ, એલ.સી.બી.વલસાડ તથા PI. એ.યુ.રોઝ એસ.ઓ.જી. વલસાડ કેમ્પ વાપી, PI, કે.જે.રાઠોડ વાપી ટાઉન પો.સ્ટે તથા એલ.સી.બી./એસ.ઓ.જી. શાખાના અધિકારી/કર્મચારી તથા વાપી ટાઉન પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફ બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ નાઓએ ટીમ વર્કથી કરેલ છે.