Sunday, May 4News That Matters

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં “Felicitation Programme” યોજાયો

સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં તારીખ 1 મે, 2025 ના રોજ ધોરણ-1 થી 12 ના આચાર્ય પ્રવીણ પવાર માર્ગદર્શન હેઠળ આખા વર્ષ દરમ્યાન થયેલ હાઉસ પ્રમાણેની સ્પર્ધાઓ, વર્ગમાં 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓ અને વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વર્ગને ઈનામ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓને સન્માન આપીને બાળકોને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહી માનનીય મેનેજમેંટ કૉરઙીનેટર ગોહિલ સર અને કેમ્પસ ના વિવિધ વિભાગના આચાર્યશ્રીઓ એ કાર્યક્રમની શોભા વધારી. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી પ્રાતઃ વંદના થી કરવામાં આવી અને સાથે સાથે બાળકો દ્વારા સુંદર પ્રાર્થના-ગીતો અને વિવિધ ડાંસ પણ રજૂ કરવામાં આવ્યા. માનનીય ટ્રસ્ટી વસંતભાઈ ગજેરા, ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલ ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણ પવારે તમામ વિજેતાઓને તથા વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *