Saturday, June 21News That You Want to Read

ગુજરાત હવામાન અપડેટ 26 મે, 2025ની આગાહી અનુસાર ગુજરાત, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજનો વર્તારો…!

ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, પૂર્વોત્તર રાજ્યોમાં આગળ વધ્યું છે. 3 દિવસમાં વધુ આગળ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે મુજબ આગામી 26 મે થી 2 જૂન દરમ્યાન ઉત્તર/દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દમણ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજનો વર્તારો સેવ્યો છે.

પાછલા 24 કલાકમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ વરસાદ, કચ્છમાં શુષ્ક હવામાન. સૌરાષ્ટ્રમાં તાપમાન વધ્યું છે. તો, દક્ષિણ ગુજરાતમાં તાપમાન નીચું રહ્યું છે. તો, 28 થી 30 મેં દરમ્યાન સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે, 30 મેં થી 2 જૂન દરમ્યાન પંચમહાલ, દાહોદ, દક્ષિણ ગુજરાત, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ વરસી શકે છે.

કેટલાક વિસ્તારોમાં શુષ્ક તાપમાન રહેશે. તેમજ 26 મેં થી 2 જૂન દરમ્યાન 50-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના અધિકારીઓ લોકોને અપીલ કરી છે કે, ઝાડની ડાળીઓ, પાક, ઇમારતોને નુકસાનનો ખતરો રહેલો છે. ઝાડ નીચે આશરો ન લો, વીજળીના સાધનો બંધ કરો, સુરક્ષિત રહો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *