Friday, June 20News That You Want to Read

વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, નાણામંત્રીના હસ્તે પોકેટ ગાર્ડન, ગ્રીન બેલ્ટ, પાર્કિંગ પોઇન્ટનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ

વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી : 55 વર્ષ જુના પથ્થરનો ફાઉન્ડેશન સ્ટોન તરીકે ઉપયોગ કરી બનાવેલ પોકેટ ગાર્ડનનું નાણામંત્રીના હસ્તે ઉદ્ઘાટન, NH48 ના ફ્લાયઓવર બ્રિજ નીચે પાર્કિંગ પોઇન્ટ, GIDC અને CETP માં વૃક્ષારોપણ 

7 જૂન, 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વાપીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે GIDC ચાર રસ્તા ખાતે એક પોકેટ ગાર્ડનનું ઉદ્ઘાટન કરાયું હતું. NH નંબર 48ના ફ્લાયઓવર નીચે વૃક્ષારોપણ કરી અહીં એક પાર્કિંગ પોઇન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. GIDC એસ્ટેટમાં એસ્સેલ માઈનિંગથી લઈને એન. આર. અગરવાલ ઈન્ડસ્ટ્રીઝ સુધી એક ગ્રીન બેલ્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. તેમજ વાપીના CETP ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, GIDC, નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને વાપી ગ્રીન એન્વિરો લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે World Environment Day ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉદ્યોગકારો એ પર્યાવરણની સુરક્ષા માટે “પ્લાસ્ટિક પ્રદૂષણ હટાવો” ઝુંબેશ પર ભાર મુક્યો હતો.આ સમગ્ર પહેલ અંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ VIA, GPCB, VGEL, NAA, GIDC ના અધિકારીઓ, હોદ્દેદારોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, વાપી હમેશા વિકાસની સાથે સાથે પર્યાવરણ માટે પણ જાણીતું છે. ગત વર્ષે વાપી જીઆઇડીસી ને સુંદર હરિયાળી સાઈટ તરીકે જાહેર કરી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

વાપીના GIDCના ઉદ્યોગો માટે બનાવેલ CETP પ્લાન્ટ અંગે નામણત્રીએ જણાવ્યું હતું કે, તમામ ઉદ્યોગોનું એફલયુએન્ટ એક જ સ્થળે એકત્ર કરી તેને ટ્રીટમેન્ટ કર્યા પછી જ નક્કી કરેલ માત્રામાં દરિયામાં છોડે છે. સોલિડ વેસ્ટ માટે પણ સાઇટ કાર્યરત કરવામાં આવી છે. આવા કાર્ય સાથે વૃક્ષારોપણ કરવામાં આવે છે. જે વાપી માટે સારી બાબત છે.

તો, વાપી વિસ્તારમાં હાલમાં વધી રહેલા પાર્કિંગ, ટ્રાફિક જેવી સમસ્યા અંગે તેમણે જણાવ્યું હતું કે તે માટે પણ હાલ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આગામી છ મહિનામાં તેનું પણ નિરાકરણ થઈ જશે. ટ્રાફિક માટે વિશેષ પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. એ જ રીતે પાર્કિંગ પોઇન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ ટ્રાફિક માટે ઊભું થશે. હાઇવે બ્રિજના નીચે જે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો પણ લાભ દરેકને મળશે.

વાપી ગ્રીન સોસાયટીના કલ્પેશ વોરા એ જણાવ્યું હતું કે VIA દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરી છે. વર્ષ 2018 થી અત્યાર સુધીમાં અંદાજિત દોઢ લાખ વૃક્ષો રોપવામાં આવ્યા છે. જે તે ઉદ્યોગોકારોની મદદથી તેની સુવ્યવસ્થિત માવજત થઈ રહી છે. આ વર્ષે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પાંચ પોકેટ ગાર્ડન ઊભા કર્યા છે. જેમાં ચાર રસ્તા ખાતે GIDC ની સ્થાપના ના પ્રતીક સમાન 55 વર્ષ જૂના એક પથ્થરનો અહીં ફાઉન્ડેશન સ્ટોન તરીકે ઉપયોગ કરી એક સુંદર પોકેટ ગાર્ડન બનાવવામાં આવ્યું છે.

એવી જ રીતે વૈશાલી બ્રિજ નીચે વૃક્ષારોપણ અને પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. N R  અગ્રવાલ રોડ પર પણ બ્યુટીફિકેશનનું આયોજન કર્યું છે. CETP ખાતે પણ વૃક્ષારોપણ કર્યું છે. ચાર રસ્તા ખાતેના ગાર્ડનના માવજતની જવાબદારી બાયર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લેવામાં આવી છે. જ્યારે, ગ્રીન બેલ્ટની માવજત હુબર ગ્રુપ કરશે.

આમ, ગ્રીન સોસાયટી ની ગ્રીન પહેલ દિવસો દિવસ વટ વૃક્ષ બની રહી છે. ગ્રીન સોસાયટી આવા ગ્રીન બેલ્ટ બનાવવા ભંડોળ મેળવી કામ કરી રહી છે. જેમાં વાપીના ઉદ્યોગકારોનો સૌથી મોટો ફાળો રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, આજના આ કાર્યક્રમ પ્રસંગે વાપી VIA ના પ્રમુખ સતીશ પટેલ, સેક્રેટરી કલ્પેશ વોરા, કમિટીના સભ્યો મિલન દેસાઈ સહિત હુબર ગ્રુપના સુરેશ પટેલ તેમજ નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન યોગેશ કાબરીયા, ચીફ ઓફિસર મહેશ કોઠારી, GIDC, GPCB ના અધિકારીઓ, ભાજપના અગ્રણી નેતાઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *