
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ગ્રીન સોસાયટીની પર્યાવરણીય પહેલ :- 575 ચોરસ મીટરમાં પોકેટ ગાર્ડન, 1250 ચોરસ મીટરમાં ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટનું કામ અને વૃક્ષારોપણ કરશે
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ની ગ્રીન સોસાયટી પર્યાવરણની જાળવણી માટે સતત પ્રયાસો કરી રહી છે. ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ, પોકેટ ગાર્ડન અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વાપીને હરિયાળું બનાવવાની દિશામાં મહત્વના પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
ગયા વર્ષે, 5 જૂન 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે, આંબેડકર ચોકથી વિનંતી નાકા સુધી 9200 ચોરસ મીટરના વિસ્તારમાં ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં 1300 મોટાં વૃક્ષો અને 11,000 છોડ રોપવામાં આવ્યા,
અને આ વર્ષે ચોમાસા પહેલાં માવજતનું કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું. એ જ રીતે, બેન્ક ઓફ બરોડાથી સેન્ટર ઓફ એક્સલન્સ સુધી 29,000 ચોરસ મીટરના વિસ્તારમાં શરૂ કરાયેલ ગ્રીન બેલ્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 21,000 ચોરસ મીટરમાં 6200 વૃક્ષો અને 16,000 છોડ રોપવામાં આવ્યા, જેની માવજત હાલ પણ ચાલુ છે.
આ વર્ષે, 5 જૂન 2025ના વિશ્વ પર્યાવરણ દિ...