
વાપીના 75 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ, ગુજરાતમાં કુલ 83 થી વધુ એક્ટિવ કેસ, સમગ્ર ભારતમાં કુલ 1010 થી વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ
વાપીના દેસાઈવાડ રહેતા 75 વર્ષીય પુરૂષ દર્દીનું કોવિડ- 19 નું સેમ્પલ લઇ સ્ટરનીંગ એકયુરસી લેબ સુરત ખાતે ટેસ્ટિંગ માટે મોકલતા કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં કુલ 83 એક્ટિવ કેસ નોંધાયા છે. એ જ રીતે સમગ્ર ભારતમાં કુલ 1010 કોરોના કેસ નોંધાયા છે. જેમાં એકલા કેરળમાં જ 430 કેસ નોંધાયા છે.
વાપીમાં કોરોના પોઝિટિવ આવેલ વૃદ્ધ થોડા દિવસ પહેલા વિરમગામ- શંખેશ્વર ખાતે મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 અસરગ્રસ્ત વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને કોરોનટાઈન એક્ટીવીટી શરૂ કરી દેવામાં આવી છે. હાલ દર્દી વાપીની શ્રધ્ધા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
ગુજરાતમાં કોરોના કેસની સ્થિતિ વિશે આરોગ્ય વિભાગ તરફથી મળતી વિગતો મુજબ રાજ્યમાં કુલ 83 થી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે. જોકે, આજે નોંધાયેલા નવા કેસની ચોક્કસ સંખ્યા વિશે ચ...