
ગેરકાયદેસર ભંગારના ગોડાઉન મામલે બદનામ બની ચૂકેલા ડુંગરી ફળીયા, કરવડમાં વાપી મહાનગરપાલિકા બાદ GPCB એ પણ 120 જેટલી નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી
વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળીયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ સામે Section 267 and Section 260(1) of the Gujarat Provincial Municipal Corporation Act-1949 ની જોગવાઈ અનુસાર 150 થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપી છે. જે બાદ GPCB એ પણ કાર્યવાહી હાથ ધરી 123 જેટલા ભંગારના ગોડાઉન માલિકોને નોટીસ આપી કાર્યવાહી હાથ ધરી છે.
વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કરવડ, ડુંગરી ફળિયા, ડુંગરા, બલિઠા, છીરી, છરવાડા, ચણોદ વિસ્તાર વાપી GIDC ને અડીને આવેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં અનેક નાનામોટા મળીને અંદાજીત 3500થી વધુ ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે. જેમાં મોટા ભાગના ગોડાઉન ગેરકાયદેસર હોવાનું અનેકવાર સાબિત થયું છે. તો, આવા ભંગારના ગોડાઉનમાં કંપનીઓનો વેસ્ટ લાવી તેને સોર્ટીગ કરી નકામો વેસ્ટ આસપાસના વિસ્તારોમાં ઠાલવવાની અને તેને સળગાવી નાખવાની ગેરપ્રવૃત્તિઓ થતી હોવાનું પણ સામે આવ્...