Saturday, June 21News That You Want to Read

વલસાડ LCB એ મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર અશોક લેલન કન્ટેનરમાં ચોરી છુપીથી લઇ જવાતો 6 લાખનો દારૂ ઝડપ્યો… પણ, કન્ટેનર ચાલક હાથમાં આવે તે પહેલાં નાસી ગયો…!

રવિવારે વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમી આધારે વાપી UPL કંપનીના ઓવરબ્રીજની પહેલા, CETP પ્લાન્ટની બાજુમાં મુંબઈ થી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર-48 પર એક મરુન કલરના બંધ બોડીના અશોક લેલન કન્ટેનર નંબર MH46-AF-9439 ને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વ્હીસ્કીના બોક્ષ નંગ-100 કુલ કિંમત 6 લાખનો દારૂ મળી આવ્યો હતો. આ દરમ્યાન અશોક લેલન કન્ટેનરના ચાલક તક નો લાભ લઇ નાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. LCB ની ટીમે કબજે કરેલ દારુ અને કન્ટેનર સમેત કુલ 14 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ અર્થે વાપી જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કર્યો છે.

વલસાડ જીલ્લામાં દેશી/વિદેશી દારૂની પ્રવૃતિ કરતા બુટલેગર્સ/નોન બુટલેગર્સ ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા પ્રોહીની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના અને LCB PI ના માર્ગદર્શન મુજબ LCB સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન LCB ના અ.પો.કો કનકસિંહ દયાતરને મળેલ બાતમી આધારે વાપી CETP પ્લાન્ટની નજીક મુંબઈ થી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર-48 પર એક બંધ બોડીના અશોક લેલન કન્ટેનર નંબર MH46-AF-9439 માંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

કન્ટેનરમાં ભારતીય બનાવટની વ્હીસ્કીના 100 બોક્ષમાં ભરેલ 1200 દારૂની બાટલીઓ મળી આવી હતી. જેની કિંમત 6 લાખ ગણવામાં આવી હતી. એ ઉપરાંત 8 લાખ કન્ટેનરની કિંમત ગણી કુલ 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. કબજે કરેલ મુદ્દામાલનો કબજો વધુ તપાસ અર્થે વાપી જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરેલ છે.

સદર કામગીરી એલ.સી.બી વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટની સુચના અને માર્ગદર્શન આધારે એલ.સી.બી. વલસાડના પો.સ.ઇ. જે. જી. વસાવા, તથા સ્ટાફના અ.હે.કો મહેન્દ્રભાઈ ગામીત તથા અ.હે.કો રજનીકાંત બારીઆ તથા આ.હે.કો ઓમપ્રકાશસીંગ રાજપુત તથા અ.પો.કો. નીતીન ચૌધરી તથા અ.પો.કો કનકસિંહ દયાતરે ટીમ વર્કથી કરી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *