
વલસાડના પારનેરા અને ધરમપુરનું શેરીમાળ સબ સેન્ટર આરોગ્ય ક્ષેત્રે નેશનલ લેવલે ક્વોલિફાઈડ થયું
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વલસાડ તાલુકાના હરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના પારનેરા પેટા આરોગ્ય કેન્દ્ર (આયુષ્યમાન આરોગ્ય મંદિર) અને ધરમપુરના સિદુમ્બર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના શેરીમાળ સબ સેન્ટરને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (એનક્યુએએસ) એટલે કે, રાષ્ટ્રીય ગુણવત્તાની ખાતરી ધોરણોનું રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જે બદલ રાષ્ટ્રીય સ્તરે વલસાડ જિલ્લાને ગૌરવ પ્રદાન થયું છે.
ગત ફેબ્રુઆરી માસ દરમિયાન રાષ્ટ્રીય સ્તરની ટીમ આરોગ્ય ક્ષેત્રે વિવિધ માપદંડોના મૂલ્યાંકન માટે વલસાડ આવી હતી. જેમાં વલસાડ તાલુકાના પારનેરા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વિવિધ સર્વિસ પેકેજ જેવા કે, સગર્ભા માતાની પ્રસુતિ, પ્રસુતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને 1 વર્ષથી નાના બાળકના આરોગ્યની સંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીઓને લગતી પુરતી આરોગ્ય સેવા,...