Friday, June 20News That You Want to Read

અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ આયોજિત PSP CEP – CUP-2025 ક્રિકેટ ટુર્નામેન્ટમાં Royal Rangers અને Thunder XI વચ્ચે રમાયેલ ફાઇનલમાં Royal Rangers બની વિજેતા ટીમ

વાપી GIDC માં કાર્યરત અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપનીએ PSP પ્રોડક્ટની CEP સફળતા પૂર્વક મેળવ્યા બાદ ખુશીનો માહોલ છવાયો છે. આ સફળતાની ઉજવણીના ભાગરૂપે અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપનીના મેનેજમેંટ દ્વારા PSP CEP -CUP ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત 16મી માર્ચ 2025ના છરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે PSP–CUP -2025 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. 4 ટીમો વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કંપનીના જુદાં-જુદાં વિભાગમાંથી પ્લાન્ટ હેડ Dr. Abhaykumar Chheda ના માર્ગદશન હેઠળ ચાર Playing XI ની ટીમ બનાવવામાં આવી હતી. જેમાં જે Team-1 – THUNDER-XI (કેપ્ટન – Akshay Buchande), Team – 2 – Royal Rangers – XI (કેપ્ટન – Vimal Patel),  Team – 3  Unity Warriors- (કેપ્ટન – Aman Verma), Team-4 Shiv Shakti XI (કેપ્ટન – Pragnesh Tandel) આ ચારો ટીમના યુવા ખેલાડીઓ તેમજ arrangement committeeની ઉપસ્થિતિમા રવિવારના રોજ સવારે 9.00 વાગ્યે ક્રિકેટ ગ્રાઉંડ ઉપર ક્રિકેટ મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ક્રિકેટ ગ્રાઉંડમાં Dr. Abhaykumar Chheda, Arrangement committee અને ચારે ટીમના યુવા ખેલાડીઓએ સૌપ્રથમ રાષ્ટ્રગીત ગાયું હતું. જે બાદ ક્રિકેટ ટૂર્નામેંટ ની શરૂઆત કરવામાં આવી હતી. ચારે ટીમ ને A,B,C અને D  તરીકે વિભાજિત કરવામાં આવી હતી. પ્રથમ મેચ ટીમ- Royal Rangers XI અને ટીમ THUNDER XI સાથે 6 ઓવરનો મુકાબલો થયો હતો. જેમાં ટીમ THUNDER XI ની જીત થઈ હતી.

બીજી મેચ ટીમ Unity Warriors  અને  Shiv Shakti XI વચ્ચે યોજાઈ હતી. જેમાં Shiv Shakti ટીમની જીત થઈ હતી. ત્રીજી ક્રિકેટ મેચ Unity Warriors  અને Thunder XI  વચ્ચે યોજાઈ હતી. જેમાં Thunder XI ને જીત મળી હતી અને ચોથી મેચ Royal Rangers અને Shiv Shakti XI વચ્ચે હતી. જેમાં Royal Rangers ને  જીત મળી હતી.

પાંચમી મેચ Unity Warriors અને  Royal Rangers વચ્ચે મુકાબલો થયો હતો તેમાં ટીમ Unity Warriors ની જીત થઈ હતી. છઠ્ઠી મેચ Thunder XI અને  Shiv Shakti XI વચ્ચે હતી. જેમાં Thunder XI ની ટીમ જીતી હતી. આમ Thunder XI 3 વાર મેચ જીતી હતી અને સીધી ફાઇનલ માં જતી રહી હતી. ત્યાર બાદ વિજેતા ટીમ ના પોઈન્ટ હિસાબે સુપર ઓવર મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ Royal Rangers, Unity Warriors અને Shiv Shakti વચ્ચે ચિઠ્ઠી ઉપાડ દ્વારા વિભાજિત  કરવામાં આવી હતી. જેમાં ટીમ Shiv Shakti ને બાય મળી સીધો સેમી ફાઇનલ માં જવાનો મોકો મળી ગયો હતો.

ટીમ Royal Rangers અને Unity Warriors વચ્ચે 1 સુપર ઓવર મુકાબલો થયો હતો. તેમાં ટીમ Royal Rangers વિજેતા થઈ હતી. ત્યાર, બાદ Royal Rangers અને Shiv Shakti XI ટીમ વચ્ચે સેમી ફાઇનલ મુકાબલો થયો હતો. તેમાં પણ ટીમ Royal Rangers એ વિજય મેળવી ફાઇનલ માં પ્રવેશ કર્યો હતો. આ બંને સુપર ઓવર મેચ ખુબજ રોમાંચક હતી.

ફાઇનલ મેચ Royal Rangers અને Thunder XI વચ્ચે મુકાબલો થયો હતો જેમાં Royal Rangers ટોસ જીતી પ્રથમ બેટિંગમાં ટોટલ 92 રન ફટકાર્યા હતા. જેમાં બે યુવા ખિલાડી શુશીલ ધોડિ અને સુનિલ હળપતિ દ્વારા કરવામાં આવ્યા હતા અને ટીમ Thunder XI દ્વારા પણ 67 જેટલા રન કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં પણ ટીમ Royal Rangers નો ભવ્ય વિજય થયો હતો 

અંતે PSP CEP – CUP Trophy  વિતરણમાં Best Bowler  તરીકે Krunal Halpati, ને Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ Best Batsmen તરીકે Sushil Dhodi ને પણ Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. Man of the Series તરીકે Sunil Halpati એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેને Man of the Series ની ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. Man of the Match તરીકે Sagar Rathod, Shushil Dhodi, Pratik Patel, Akshay Buchande, Nishant Patel અને Ajay Dhodi ને Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

સાથે સાથે મહિલા પ્લેયર તરીકે Snehal Dhodi એ સારો ભાગ ભજવ્યો હતો તેથી એમને પણ Female Player Trophy આપી સન્માનીત કરવામાં આવી હતી. Runner’s –up તરીકે Thunder XI ટીમ ને Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા અંતે ફાઇનલ વિજેતા તરીકે Royal Rangers ને ખુબજ સન્માન થી Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા આ ચારે ટીમે ખુબજ સારી રીતે પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી તેમજ બધા યુવા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામે ચુસ્તપણે ક્રિકેટના બધા નિયમોનું પાલન કર્યું હતું. તમામ યુવા ખેલાડીઓને પ્લાન્ટ હેડ Dr. Abhaykumar Chheda દ્વારા ખુબજ અભિવાદન આપવામાં આવ્યા હતા

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *