
છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની અલૌકીક પ્રતિમા પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું
06 એપ્રિલ રવિવારે સમગ્ર દેશના નાગરિકો રામનવમીની ધૂમધામ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે. વાપી જેવા અનેક શહેરોમાં વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાના આયોજન કરવામાં આવ્યા છે. વાપીમાં પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમ્યાન છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની અલૌકીક પ્રતિમા અને રામભક્તો પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અનોખા આયોજન અંગે શ્રીજી પેટ્રોલિયમના સંચાલક સમીર પટેલે જણાવ્યું હતું કે, રામનવમી નિમિતે તેમના પેટ્રોલપંપ પર વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ નાસિક ઢોલ વગાડી શોભાયાત્રા ને આવકારવામાં આવી હતી. જે બાદ ફ્લાવર શાવર દ્વારા ફૂલોની વર્ષા કરી શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરી ધજાપતાકા હાથમાં લઈ DJ ના તાલે યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા છે. ત્યારે, શ્રીજી પેટ્રોલિયમ ત...