
એક્સપ્રેસ વે પ્રોજેકટમાં કરોડો રૂપિયાની માટી ઠાલવવા ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ માટીના ડમ્પર દોડાવતા અને તળાવમાં માટી ઉલેચવામાં નિયમોનો ઉલાળ્યો કરનારાઓને ગામ લોકો પરેશાન કરતા હોવાની રાવ સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી…!
વલસાડ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ વે ની કામગીરીમાં માટી પુરાણ કરવા જિલ્લાના તળાવો માંથી માટી ઉલેચતા Valsad Soil & Earth Movers Association ના સભ્યોએ મંગળવારે વલસાડ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જો કે, આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ સમગ્ર રજુઆત એક્સપ્રેસ વે નિર્માણ પ્રોજેકટમાં પેકેજ 8 અને 9 ની કામગીરી કરનાર Roadway Solutions India Infra Ltd. ના ઈશારે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે નોંધનીય છે કે, એક્સપ્રેસ વે ના પેકેજ 8-9 અને 10નું કામ જે Roadway Solutions India Infra Ltd. ને સોંપ્યું છે. તેમના દ્વારા આ પેકેજમાં આવતા નદી-નાળાના પુલ/બ્રિજ અને અન્ડરપાસ ના કે વીજ લાઇનના હાઇટેનશન ટાવર હટાવવાની કામગીરી હજુ સુધી પૂર્ણ નથી કરાઈ તો કઈ રીતે કહી શકાય કે માટી કામના કારણે એક્સપ્રેસ વે પ્રોજેકટ વિલંબમાં પડશે. ટૂંકમાં અન્ય કારણો છુપાવવા માટી એસોસિએશનના સભ્યોને આગળ ક...