વાપી મહાનગરપાલિકામાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે બનાવેલ 8.15 કરોડના પેડેસ્ટ્રીયન સબ વેનું નાણામંત્રી અને સાંસદના હસ્તે કરાયું ઉદ્ઘાટન
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે પેડેસ્ટ્રીયન સબ વે બનાવવા સ્થાનિકોની રજુઆત તથા રેલવેલાઈન ઉપરથી રાહદારીઓ દ્વારા ક્રોસિંગ કરવાના કારણે વધતા જતા અકસ્માતોને રોકવા અમૃત યોજના 1.0 અર્બન ટ્રાન્સપોર્ટ કમ્પોનેટની ગ્રાન્ટ હેઠળ 8 કરોડ 15 લાખના ખર્ચે પેડેસ્ટ્રીયન સબ વેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું રવિવાર 23મી માર્ચે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે બનાવેલ પેડેસ્ટ્રીયન સબ વે 52.895 મીટર બોક્ષ તથા 20.000 મીટર એપ્રોચ મળી કુલ 72.895 મીટર લંબાઈનો છે. જેમાં RCC બોક્ષની પહોળાઈ 5.5 મીટર અને ઊંચાઈ 2.5 મીટર છે. જે કુલ ખર્ચ 8 કરોડ 15 લાખ 93 હજાર 551 રૂપિયા ખર્ચે બનાવવા આવ્યો છે.
આ પેડેસ્ટ્રીયન સબ વેનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉપસ્થિત પૂર્વ પા...