
પોલીસનું લોકો સાથે તાદાત્મય વધારવાના હેતુસર તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે તેવા હેતુથી “તેરા તુજકો અર્પણ” અભિયાન હાથ ધરાયુ છે. જે અંતર્ગત ગુમ થયેલ/ખોવાઈ ગયેલ/ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરી મુળ માલીકોને પરત કરવામાં આવી રહ્યા છે. જે આધારે ડુંગરી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર યુ. એચ. પટેલની રાઠબરી હેઠળ ડુંગરી પોલીસ સ્ટેશનમાં આવેલ મોબાઈલ ગુમ અરજીઓની તપાસ કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુમ થયેલ કુલે-16 મોબાઈલ ફોન શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” હેઠળ કુલ 2,77,862 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન મુળ માલિકોને પરત સોપી ડુંગરી પોલીસે “તેરા તુજકો અર્પણ” સુત્રને સાર્થક કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મય વધારવાના હેતુસર તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે તેવા હેતુથી “તેરા તુજકો અર્પણ” અભિગમ કાર્યવાહી ક૨વા સૂચના આપેલ.
જે ઉમદા હેતુને સાર્થક કરવા સારૂ સુરત રેન્જના આઈ.જી.પી. પ્રેમ વીર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા દ્વારા “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સૂત્રને ધ્યાને રાખી ઉપરોક્ત કામગીરી ક૨વા માર્ગદર્શન આપી ગુમ થયેલ/ખોવાઈ ગયેલ/ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરી મુળ માલીકોને પરત સુચના આપેલ.
જે આધારે વલસાડ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એ. કે. વર્મા તથા વલસાડ LCB પોલીસ ઈંન્સપેક્ટર ઉત્સવ બારોટે કાર્યક્રમ સફળ બનાવવા માટે વધુમાં વધુ મોબાઈલ ફોન શોધી કાઢી મુળ માલીકોને પરત કરવા સુચના કરેલ. આ સફળ કામગીરીમાં ડુંગરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર યુ. એચ. પટેલ તથા અ.હે.કો.નિતેશભાઈ, અ.પો.કો આશિષભાઈએ ટીમવર્કથી આ કામગીરી કરી હતી.
![]()
