Saturday, June 21News That You Want to Read

વલસાડ સીટી પોલીસે “મેન્ટોર પ્રોજેકટ હેઠળ કુશીનગર, ઉત્તરપ્રદેશ રાજયથી અપહરણ થયેલ અપહ્યત બાળકિશોરીને મુકત કરાવી અપહરણ કરનાર પ્રોપર્ટી ઓફેન્ડર સહીત બે ઇસમોને ઝડપી પાડયા

જે ઓફેન્ડરો નજર બહાર છે તેવા વ્યકતિઓ ખરેખર કયા છે? શુ પ્રવૃતી કરે છે? તે શોધી કાઢવા માટે વલસાડ પોલીસ સક્રિય બની તપાસ હાથ ધરેલ હતી. તે દરમ્યાન રાજા રમેશ રાજભર રહેવાસી વલસાડ મોગરાવાડી ઋષીકેશ એપાર્ટમેન્ટ જે મિલકત સબંધી ગુના આચરવાની ટેવ વાળો હોય અને લાંબા સમયથી નજર બહાર હોય, જેથી તેના સબંધે હયુમન સોર્સીસથી તથા ટેકનિકલ સોર્સીસ થી માહિતી મેળવવાનુ કામ ચાલુ હતુ આ દરમ્યાન પ્રોપર્ટી ઓફેન્ડર રાજા રમેશ રાજભર વલસાડ સીટી પો-સ્ટે વિસ્તારમાં અન્ય એક વ્યકતિ સાથે જોવા મળેલ હોવાની ચોકકસ માહિતી આ પ્રોપર્ટી ઓફેન્ડર ઉપર મેન્ટોર તરીકે રાખેલ અ.પો.કો ચેતન રમેશભાઈને મળેલ હતી.

આ પ્રોપર્ટી ઓફેન્ડર લાંબા સમયથી નજર બહાર હોવાના કારણે પોલીસ ઇન્સપેક્ટર ડી. ડી. પરમાર ના માર્ગદર્શન હેઠળ વલસાડ સીટી પો.સ્ટે.ના સર્વેલન્સના PSI ડી.એસ.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા પ્રોપર્ટી ઓફેન્ડર રાજા રમેશ રાજભરને લોકેટ કરી ચેક કરતા તેની સાથે અન્ય એક વ્યકતિ તેમજ બાળકિશોરી મળી આવેલ, જે બાળકિશોરી બાબતે ઉંડાણપુર્વક તપાસ કરતા સુંદર બાળકિશોરીનુ કશયા પોલીસ સ્ટેશન, જીલ્લા કુશીનગર (ઉત્તરપ્રદેશ) હદ વિસ્તારમાથી અપહરણ થયેલ હોવાની હકીકત જાણવા મળેલ અને આ બન્ને આરોપીઓ તેનુ અપહરણ કરી અહી લાવેલ હોવાની હકીકત જાણવા મળેલ.

જે આધારે જે તે પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવેલ છે. ભોગ બનનાર બાળકિશોરીની મેડીકલ સારવાર કરાવી તેને બાળ સંરક્ષણ ગૃહ, ખાતે મોકલી આપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ રવિકુમાર ખ્વાજા ફરાજી મુંબઇનો રહીશ છે. રાજા રમેશ રાજભર વલસાડનો રહીશ છે. જેની સામે કશયા પોલીસ સ્ટેશન, ઉત્તરપ્રદેશમાં ગુન્હો નોંધાયેલ છે. એ ઉપરાંત બીલીમોરા, નવસારી, પારડી, ડુંગરા પોલીસ મથકમાં પણ તેઓની સામે ગુન્હા નોંધાયેલ છે.

ઉલ્લેખનીય છે કે, વિકાસ સહાય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા.ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં શરીર સબંધી ગુના, મિલકત સબંધી ગુના તથા એન.ડી.પી.એસ.ના ગુના કરનાર વ્યકતિઓની ઓળખ કરી, દરેક ને એક યુનીક આઇ.ડી. આપવામાં આવેલ છે અને દરેક ઓફેન્ડર ઉપર તેના મેન્ટોર તરીકે એક પોલીસ કર્મચારીની નિમણૂક કરવામાં આવેલ છે. જે પોલીસ કર્મચારીએ તે ઓફેન્ડરની સંપુર્ણ ગતિવિધી ઉપર વોચ રાખી ફરીથી ગુનો ન કરે કે કોઇ ગુનો કરવાની તૈયારી ન કરે તેની તકેદારી રાખવાની હોય છે. આ પ્રોજેકટ હેઠળ વલસાડ પોલીસ દ્વારા આવા વ્યકિઓ ઉપર અસરકારક વોચ રહે તે હેતુ થી સમયાંતરે મીટીંગો નુ આયોજન કરી મેન્ટોર પોલીસ કર્મચારીને સેન્સટાઇઝ કરવામાં આવેલ હતા. કેટલા ઓફેન્ડરો નજર હેઠળ છે? કેટલા ઓફેન્ડરો નજર બહાર છે? તેની સમયાંતરે ચકાસણી કરી ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *