Saturday, June 21News That You Want to Read

Gujarat

વાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 230 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

વાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 230 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

Gujarat
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા છરવાડા સ્થિત વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 230 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું. ટ્રસ્ટી પરેશ અંટાળાએ જણાવ્યું કે, બ્લડ બેંકમાં રક્તની ઘટ દૂર કરવા છેલ્લા ત્રણ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સમાજના રક્તવીરો ઉત્સાહપૂર્વક રક્તદાન કરે છે. આ વખતે 230 યુનિટ રક્ત એકત્ર થયું, જ્યારે અગાઉના કેમ્પમાં 300થી વધુ યુનિટ રક્ત એકત્ર થયું હતું. આ કેમ્પ દર વર્ષે 1 જૂનથી 10 જૂન વચ્ચે યોજાય છે, જેમાં પટેલ સમાજના આગેવાનો અને દાતાઓ ઉદાર સહયોગ આપે છે. રક્તદાન કેમ્પની સાથે સમાજનો વાર્ષિક ઉત્સવ પણ ઉજવવામાં આવે છે, જેમાં ધોરણ 1થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ શાળા-કોલેજ અને સમાજનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. આ પહેલ દ્વારા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ સામાજિક સેવા અને શૈક્ષણિક ઉત્કર્ષને પ્રોત્સાહન આપવાનું ઉમદા કાર...
વલસાડમાં ‘Operation Shield’ અંતર્ગત તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે હવાઈ હુમલાની સફળ Mock drill

વલસાડમાં ‘Operation Shield’ અંતર્ગત તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે હવાઈ હુમલાની સફળ Mock drill

Gujarat, National
વલસાડ જિલ્લામાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની તૈયારી ચકાસવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ‘Operation Shield’ અંતર્ગત તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે શનિવાર, તા. 31 મેના રોજ સાંજે 5 વાગ્યે હવાઈ હુમલાની Civil Defense Mock Drill (દ્વિતીય)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. મોકડ્રીલ દરમિયાન હવાઈ હુમલાની કાલ્પનિક પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. હુમલા બાદ મંદિરે દર્શનાર્થે આવેલા પાંચ ઈજાગ્રસ્તોને યુદ્ધના ધોરણે એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોએ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચીને હુમલામાં ફસાયેલા 20 લોકોને બસ મારફત સર્કિટ હાઉસમાં સલામત સ્થળે ખસેડવાની કામગીરી બખૂબી પૂર્ણ કરી. ફાયર ફાયટર ટીમે પણ સમયસર પહોંચીને આગ બુઝાવવાનું ...
વાપી GIDC માંથી પસાર થતી બીલખાડીને પ્રદૂષણમુક્ત કરી આસપાસમાં ગ્રીન ઝોન ઉભો કરીશું તો, જ વાપીને એક આદર્શ ઔદ્યોગિક શહેર બનાવવામાં સફળ થઈશું

વાપી GIDC માંથી પસાર થતી બીલખાડીને પ્રદૂષણમુક્ત કરી આસપાસમાં ગ્રીન ઝોન ઉભો કરીશું તો, જ વાપીને એક આદર્શ ઔદ્યોગિક શહેર બનાવવામાં સફળ થઈશું

Gujarat, National
નમસ્તે, આજે આપણે વાપી GIDCના એક ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે નથી માત્ર પર્યાવરણની ચિંતા, પરંતુ આપણા સૌના સ્વાસ્થ્ય અને સલામતી સાથે જોડાયેલો છે.  વાપી GIDC, જે ગુજરાતનું ઔદ્યોગિક કેન્દ્ર છે, તેની બીલખાડી અને વરસાદી ગટરોની સ્થિતિ આજે ચિંતાજનક છે. દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે આ કામગીરી અધૂરી રહી છે. આ બેદરકારી અને ઉદાસીનતા આપણા પર્યાવરણ અને જનજીવનને નુકસાન પહોંચાડી રહી છે. ખેદની વાત છે કે, નોટિફાઇડ એરિયા ઓથોરિટી, જેની જવાબદારી છે વાપી GIDC અને રહેણાંક વિસ્તારોની ગટરો, ડ્રેનેજ લાઇન અને બીલખાડીની સફાઈની, તે પોતાની જવાબદારીમાં નિષ્ફળ રહી છે. દર વર્ષે લાખો રૂપિયા ખર્ચવા છતાં, આ વખતે અનેક સ્થળોએ વરસાદી ગટરોની સફાઈ અધૂરી છે. બીલખાડીમાં ભંગારીયાઓ દ્વારા નકામો કચરો ઠાલવવામાં આવે છે, અને કેટલી...
વલસાડ જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સના માત્ર 7 ગુન્હામાં જ જપ્ત કરેલ 28.98 કરોડના 105 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો…!

વલસાડ જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સના માત્ર 7 ગુન્હામાં જ જપ્ત કરેલ 28.98 કરોડના 105 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો…!

Gujarat, National
વલસાડ જિલ્લા પોલીસે એક મોટી કાર્યવાહી હેઠળ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ નોંધાયેલ 7 ગુનાઓમાં જપ્ત કરાયેલ નાર્કોટિક્સ ડ્રગ્સનો મુદ્દામાલ નાશ કર્યો છે. આ ડ્રગ્સનું કુલ વજન 105.085 કિલો ગ્રામ છે અને તેની કિંમત લગભગ 28 કરોડ 98 લાખ 44 હજાર 590 રૂપિયા છે. ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા અને યુવાનોમાં તેના વધતા ઉપયોગને અટકાવવા માટે તા. 21/05/2025 થી તા. 19/06/2025 દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ, વલસાડ જિલ્લા પોલીસે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં 31/05/2025ના રોજ દહેજ, ભરૂચ ખાતે BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં આ નાર્કોટિક્સનો નાશ કર્યો છે. જપ્ત કરાયેલ ડ્રગ્સમાં ડુંગરીથી 2 NDPS ના ગુન્હામાં 80.759 કિલો ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેની કિંમત 12 કરોડ 50 લાખ 14 હજાર 900 રૂપિયા હતી, અને ઉમરગામથી 1 NDPS ગુન્હામાં 9.16 કિલો ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું ...
વાપીના દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાયટર બનાવતી કંપનીમાં ભીષણ આગથી ગભરાટનો માહોલ

વાપીના દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાયટર બનાવતી કંપનીમાં ભીષણ આગથી ગભરાટનો માહોલ

Gujarat, National
વાપી GIDC નજીક આવેલ ડુંગરા વિસ્તારના Damanganga Industrial Park માં Plot No. 11, S. No. 3309 માં કાર્યરત Adhunik Multitrade LLP નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કંપનીમાં લાયટર બનાવવામાં આવતા હોય તેમાં ભરવામાં આવતા ગેસને કારણે આ આગ લાગી હતી. જેને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ નો માહોલ ઉત્પન્ન થયો હતો. શુક્રવારે બપોરે બનેલ આગની આ ઘટના બાદ દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વાપી નોટિફાઇડ, વાપી મહાનગરપાલિકા અને આરતી જેવી કંપનીઓમાંથી ફાયર ટેન્ડર બોલાવી પાણી અને ફૉમ નો મારો ચલાવવામાં આવ્યો હતો. આગની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકટોળુ એકઠું થયું હતું. વિકરાળ આગ સાથે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉઠ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર મળ્યા નથી. બે કલાકની જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવવામાં સફળ થયાં છે....
વાપીમાં કચરાનો કોહરામ, મહાનગરપાલિકાની નિષ્ફળતા અને કચરો એકત્ર કરી નામધા ડમ્પિંગ સાઇટ પર ઠાલવનાર એજન્સીની નફ્ફટાઈથી શહેરના નાગરિકોનું જીવન નર્ક બનવા તરફ…!

વાપીમાં કચરાનો કોહરામ, મહાનગરપાલિકાની નિષ્ફળતા અને કચરો એકત્ર કરી નામધા ડમ્પિંગ સાઇટ પર ઠાલવનાર એજન્સીની નફ્ફટાઈથી શહેરના નાગરિકોનું જીવન નર્ક બનવા તરફ…!

Gujarat, National
વાપી મહાનગરપાલિકાના વિસ્તારમાંથી ડોમેસ્ટિક કચરો ઉઠાવી નામધા ખાતેની ડમ્પિંગ સાઇટ પર નાખવાની જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવી છે, પરંતુ આ એજન્સીની ગેરજવાબદારીએ શહેરના નાગરિકોનું જીવન નર્ક બનાવી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર એન્વાયરો નામની આ એજન્સી અથવા તેની પેટા એજન્સી દ્વારા કચરો નામધા લઈ જવાને બદલે રોફેલ કોલેજ રોડ પર ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવી રહ્યો છે.  આ ખુલ્લામાં ફેંકાયેલો કચરો માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાવે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, કોલેજ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગેરરીતિ માત્ર આરોગ્ય માટે જોખમી નથી, પરંતુ શહેરની સ્વચ્છતા અને સુંદરતાને પણ ડાઘ લગાવે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણ મૌન સેવી રહ્યા છે. નાગરિકોનો આક્ષેપ છે કે આવી ગંભીર બેદરકારી સામે કોઈ કડક કાર્યવાહી ...
અનંત પટેલ :- વાપી મનપા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન માલિકો અને પરિવાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે, મહાનગરપાલિકાનું કામ ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવાનું છે વૈકલ્પિક વ્યવસ્થાનું નહીં:- ડેપ્યુટી કમિશ્નર 

અનંત પટેલ :- વાપી મનપા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન માલિકો અને પરિવાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે, મહાનગરપાલિકાનું કામ ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવાનું છે વૈકલ્પિક વ્યવસ્થાનું નહીં:- ડેપ્યુટી કમિશ્નર 

Gujarat, National
વાપી મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલ ગેરકાયદેસર ભંગારના ગોડાઉનના માલિકોને ન્યાય અપાવવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ન્યાય યાત્રા યોજી....! વાપી મહાનગરપાલિકા દ્વારા ડુંગરી ફળિયા, કરવડ, બલિઠા, સલવાવ, મોરાઈમાં ગેરકાયદેસર ગોડાઉન ઉભા કરી ભંગારની પ્રવૃતિ કરનારાઓના ગોડાઉન પર બુલડોઝર ફેરવી દીધા બાદ આ ભંગારિયાઓ ન્યાય અપાવવા માટે અનંત પટેલે ન્યાય યાત્રા કાઢી વાપી મનપાના અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તેમજ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતો. જો કે, ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોય તો તેને રોકવાનું કામ મહાનગરપાલિકાનું છે. તેવું જણાવી ડેપ્યુટી કમિશ્નરને માનપાનો અડગ નિર્ધાર પ્રગત કર્યો હતો. વાપી મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલ ગેરકાયદેસર ભંગારના ગોડાઉનના વિરોધમાં અને ગોડાઉન માલિકોને થતા અન્યાય સામે ન્યાય અપાવવા વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલે ન્યાય યાત્રા યોજી વાપી મહાનગરપાલિકામાં આવ...
ગુજરાત, રાજસ્થાન, પંજાબ તથા જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારથી નવી મૉક ડ્રીલ યોજાશે

ગુજરાત, રાજસ્થાન, પંજાબ તથા જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારથી નવી મૉક ડ્રીલ યોજાશે

Gujarat, National, News
Vihar Vaishnav: પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ) 29મે, ગુરુવારથી નાગરિક સંરક્ષણ મૉક ડ્રીલની નવી શ્રેણીનું આયોજન કરશે. મહત્વનું છે કે, પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સ્થિત વિવિધ આતંકવાદી ઠેકાણાઓ સામે ભારત દ્વારા કરવામાં આવેલા લશ્કરી ઓપરેશન, ઓપરેશન સિંદૂરના થોડા દિવસો પછી, કેન્દ્ર સરકારે 7 મેના રોજ રાષ્ટ્રવ્યાપી મૉક ડ્રિલની જાહેરાત કરી હતી. આ વખતે, પાકિસ્તાન સાથે સરહદો ધરાવતા ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મૉક ડ્રીલનું આયોજન કરાશે. આ ઉપરાંત, હરિયાણા રાજ્ય સરકારે "ઓપરેશન શીલ્ડ" ની પણ જાહેરાત કરી છે, જે 29 મેથી શરૂ થતા નાગરિક સંરક્ષણ કવાયતોનું આયોજન કરશે, જોકે હરિયાણા કોઈ પણ પડોશી દેશ સાથે સરહદ શેર કરતું નથી....
રાજ્યની શાળાઓમાં ગુજરાત સરકારની કઈ પહેલને અભિનેત્રી કરીના કપૂરનું સમર્થન !

રાજ્યની શાળાઓમાં ગુજરાત સરકારની કઈ પહેલને અભિનેત્રી કરીના કપૂરનું સમર્થન !

Gujarat, National, News
Vihar Vaishnav: રાજ્ય સરકાર દ્વારા માસિક ધર્મ વિશે વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને સમાવેશી જગ્યાઓ બનાવવાની પ્રશંસા કરતા, અભિનેત્રીએ એક કલંક તરીકે ગણાતી પ્રથા પર જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. કરીનાએ માસિક ધર્મ-મૈત્રીપૂર્ણ વિશ્વ બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. આજે World Menstrual Hygiene Dayના દિવસે, કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું કે ગુજરાત સરકાર દ્વારા યુનિસેફ ઇન્ડિયાના સહયોગથી વિકસિત આ પહેલ, યુવા વિદ્યાર્થીઓ – છોકરીઓ અને છોકરાઓ બંને – માસિક ધર્મ વિશે કેવી રીતે શીખે છે તેમાં પરિવર્તન લાવી રહી છે. રાજ્યની શાળાઓમાં ગુજરાત સરકારની પહેલને અભિનેત્રી કરીના કપૂરનું સમર્થન કરીનાએ જણાવ્યું કે આ ખાસ ડિઝાઇન કરેલા કોરનર્સ, કાર્ડ ગેમ્સ, રોલ-પ્લે એપ્રોન, ઇન્ટરેક્ટિવ મોડેલ્સ અને સમજવામાં સરળ પુસ્તિકાઓ જેવા આકર્ષક શૈક્ષણિક સાધનો પ્રદાન કરે છે, જે માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણને સુલભ અને ...
વાપીના 75 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ, ગુજરાતમાં કુલ 83 થી વધુ એક્ટિવ કેસ, સમગ્ર ભારતમાં કુલ 1010 થી વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ

વાપીના 75 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ, ગુજરાતમાં કુલ 83 થી વધુ એક્ટિવ કેસ, સમગ્ર ભારતમાં કુલ 1010 થી વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ

Gujarat, National
વાપીના દેસાઈવાડ રહેતા 75 વર્ષીય પુરૂષ દર્દીનું કોવિડ- 19 નું સેમ્પલ લઇ સ્ટરનીંગ એકયુરસી લેબ સુરત ખાતે ટેસ્ટિંગ માટે મોકલતા કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં કુલ 83 એક્ટિવ કેસ નોંધાયા છે. એ જ રીતે સમગ્ર ભારતમાં કુલ 1010 કોરોના કેસ નોંધાયા છે. જેમાં એકલા કેરળમાં જ 430 કેસ નોંધાયા છે. વાપીમાં કોરોના પોઝિટિવ આવેલ વૃદ્ધ થોડા દિવસ પહેલા વિરમગામ- શંખેશ્વર ખાતે મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 અસરગ્રસ્ત વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને કોરોનટાઈન એક્ટીવીટી શરૂ કરી દેવામાં આવી છે. હાલ દર્દી વાપીની શ્રધ્ધા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ગુજરાતમાં કોરોના કેસની સ્થિતિ વિશે આરોગ્ય વિભાગ તરફથી મળતી વિગતો મુજબ રાજ્યમાં કુલ 83 થી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે. જોકે, આજે નોંધાયેલા નવા કેસની ચોક્કસ સંખ્યા વિશે ચ...