
વલસાડ જિલ્લામાં પોલીસ, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને લાયન્સ પરિવારનું સયુંકત અભિયાન “NO HELMET, NO ENTRY”
વલસાડ જિલ્લામાં બનતા અકસ્માતોને રોકવા પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે અને લાયન્સ પરિવારના સહયોગમાં જિલ્લાના ઉધોગોમાં "NO HELMET, NO ENTRY" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વાપીના VIA હોલ ખાતે SP ડૉ. કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં વિશેષ Traffic Awareness Sessionનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિવિધ ઉદ્યોગોના 300 જેટલા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને આ અભિયાન હેઠળ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો એ ઔદ્યોગિક જિલ્લો છે. અહીં મોટી સંખ્યામાં અનેક પ્રકારના ઉદ્યોગો કાર્યરત છે. દિવસરાત ધમધમતા આ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરવા આવે છે. જેમાં એક મોટો કામદાર વર્ગ દ્વિચક્રી વાહનમાં આવાગમન કરે છે. જેને કારણે અનેક નાનામોટા અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં જાનહાની ટાળવા તમામ ...