લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે દેશના પ્રથમ આદિવાસી મહિલા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સાંસદ દ્વારા લિખિત બંને પુસ્તકો અંગે રાષ્ટ્રપતિએ શુભકામનાઓ પાઠવી હતી. તેમજ સાંસદ દ્વારા તેમના લોકસભા ક્ષેત્ર એવા વલસાડ-ડાંગના લોકો માટે કરવામાં આવી રહેલ કામગીરીની પ્રસંશા કરી હતી.
દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના પ્રથમ આદિવાસી મહિલા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે લોકસભા ના દંડક,વલસાડ-ડાંગ ના સાંસદ ધવલ પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા લેખિત બંને પુસ્તકો અંગે રાષ્ટ્રપતિએ શુભકામનાઓ પાઠવી હતી. તેમજ સાંસદ દ્વારા આદિવાસી વિસ્તારના લોકો માટે અને અન્ય તમામ સમાજના લોકો માટે કરવામાં આવી રહેલ કામગીરીની પ્રશંશા કરી સાંસદના પ્રયાસોને બિરદાવ્યા હતા,
સાંસદ તેમના મતવિસ્તારમાં વસતા લોકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે, ઉત્તૃષ્ટ કામગીરી બજાવતા રહે તેવી શુભકામનાઓ રાષ્ટ્રપતિએ પાઠવી હતી, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે દેશના અન્ય આદિવાસી સાંસદોએ પણ શુભેચ્છા મુલાકાત કરી એમના સમગ્ર જીવનકાળ દરમ્યાન એમના દ્વારા આદિવાસી સમાજ ના લોકો માટે સતત કાર્યરત રહી એમના ઉત્થાન માટે કરવામાં આવેલ કાર્યો ના સંસ્મરણોને યાદ કર્યા હતા.