Sunday, June 22News That You Want to Read

National

ટોલરબોટ માટે ખરીદેલ એન્જીનની સબસીડી માટે કાર્યવાહી કરવા તેમજ બોટ માલિક તરીકે નામ ટ્રાન્સફર કરવા માટે 15 હજારની લાંચ લેનાર નવસારી ફિશરીઝ વિભાગના આસિસટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ACB ના છટકામાં સપડાયા

ટોલરબોટ માટે ખરીદેલ એન્જીનની સબસીડી માટે કાર્યવાહી કરવા તેમજ બોટ માલિક તરીકે નામ ટ્રાન્સફર કરવા માટે 15 હજારની લાંચ લેનાર નવસારી ફિશરીઝ વિભાગના આસિસટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ACB ના છટકામાં સપડાયા

Gujarat, National
નવસારી ACBની ટીમે મદદનીશ મત્સય ઉદ્યોગ નિયામકની કચેરી, જુની બહુમાળી બિલ્ડીંગ, બીજા માળે ગોઠવેલ લાંચના છટકામાં આસિસટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફીશરીઝ વર્ગ 3ના અધિકારી દિપકકુમાર ત્રિભુવનભાઇ ચૌહાણ 15 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. લાંચ લેતા ઝડપાયેલા દીપકકુમારે ફરિયાદી પાસે ટોલરબોટ માટે ખરીદેલ એન્જીનની સબસીડી માટે કાર્યવાહી કરવા તેમજ બોટ માલિક તરીકે નામ ટ્રાન્સફર કરવા પેટે 15 હજારની લાંચ લીધી હતી. આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ ફરીયાદીના પિતાજી માછીમારનો ધંધો કરતા હોય અને ટોલરબોટ માટે નવુ એન્જીન ખરીદ્યું હતું. જેની સરકારશ્રી તરફથી ધારા ધોરણ મુજબ સબસીડી મળતી હોય, જે મેળવવા ઓનલાઇન અરજી કરી હતી. તેની કાર્યવાહી કરવાના અવેજ પેટે નવસારી મદદનીશ મત્સય ઉદ્યોગ નિયામકની કચેરી, જુની બહુમાળી બિલ્ડીંગ, બીજા માળે આસિસટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફીશરીઝ વર્ગ 3ના અધિકારી દિપકકુમાર ત્રિભુવનભાઇ ચૌહાણે 5000ની તેમજ બોટની ...
અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાપીના નવર્નિમિત મકાનનું નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ કર્યું લોકાર્પણ, બલિઠા ખાતે બની રહેલ 125 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ પણ ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે

અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાપીના નવર્નિમિત મકાનનું નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ કર્યું લોકાર્પણ, બલિઠા ખાતે બની રહેલ 125 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ પણ ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે

Gujarat, National
રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપી તાલુકાના વાપી શહેરના વાલ્મિકી આવાસના રૂા. 1.1 કરોડના ખર્ચે તૈયાર થયેલા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરી વાપી તાલુકાની જનતા માટે ખુલ્લું મૂકયું હતું.  વાપી રેલવે સ્ટેશનના પશ્ચિમ ગેટને અડીને બનેલ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતુ કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે અનેકવિધ પ્રયત્નો કર્યા હતા. દેશના વડાપ્રધાન બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના કાળમાં આયુષ્યમાન યોજના અંતર્ગત દેશના નાનામાં નાના માણસને પરિવારદીઠ રૂા. 5 લાખની મફત તબીબી સારવાર આપવાની શરૂઆત કરી છે. આ યોજનામાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજય સરકાર તરફથી આયુષ્યમાન યોજનામાં પરિવારદીઠ રૂા. 5...
ગાંધી સર્કલથી જૂનાનાળા સુધીના RCC રોડની કામગીરી દરમ્યાન અપાયેલ ડાયવર્ઝનનાં માર્ગ પર ટ્રાફિક સમસ્યા ટાળવા યોગ્ય આયોજન નહિ થાય તો ટ્રાફિક સમસ્યા બેકાબુ બનશે

ગાંધી સર્કલથી જૂનાનાળા સુધીના RCC રોડની કામગીરી દરમ્યાન અપાયેલ ડાયવર્ઝનનાં માર્ગ પર ટ્રાફિક સમસ્યા ટાળવા યોગ્ય આયોજન નહિ થાય તો ટ્રાફિક સમસ્યા બેકાબુ બનશે

Gujarat, National
વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પૂર્વ ભાગમાં રેલવે જુના ગરનાળા થી ગાંધી સર્કલ સુધીના રોડ ને RCC બનાવવાની કામગીરી શરૂ થશે ત્યારે, સાંકળા ડાયવર્ઝન રૂટને પહોળા કરી, ખાડાઓનું પુરાણ કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા યોગ્ય આયોજન જરૂરી છે. જો કે આ અંગે મનપા અને PWD ના અધિકારીઓ હાલ નિષ્ક્રિય હોવાનું જણાય રહ્યું છે. વાપી મહાનગરપાલિકાએ જનતાને અપીલ કરતી અખબારી યાદી બહાર પાડી જણાવ્યું છે. કે, આ RCC રોડની કામગીરી બે તબક્કામાં કરવામાં આવનાર છે. પ્રથમ ભાગમાં જુના ગરનાળા થી ગાંધી સર્કલ તરફ જતો એક તરફનો માર્ગ આગામી 30 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. જેની અવેઝમાં રેલવે સ્ટેશન ટિકિટબારી (પૂર્વ) થી કોપરલી કે સેલવાસ રોડ જવા માટે સરદાર માર્કેટને લાગુ ROB નિર્માણવાળો રોડ તથા વાપી ટાઉન થી નવા નાળા/જૂના નાળા થી પૂર્વ ભાગમાં જવા માટે જે-ટાઇપ રોડ તથા ટાંકી ફળિયા રોડ ખાતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જો કે, આ બંને ડાયવર...
ટુકવાડા ગામમાં પંચાયત હસ્તકના ડામર રોડની કામગીરી સાથે તાલુકા પ્રમુખને અને એક વાડી માલિકને પણ લીલા લહેર થઈ ગઈ?

ટુકવાડા ગામમાં પંચાયત હસ્તકના ડામર રોડની કામગીરી સાથે તાલુકા પ્રમુખને અને એક વાડી માલિકને પણ લીલા લહેર થઈ ગઈ?

Gujarat, National
પારડી તાલુકાના ટુકવાડા ગામે હાલ પંચાયત દ્વારા ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ કામગીરી કરનાર એજન્સીને ટુકવાડા ગામમાં અંદાજીત સાડા પાંચ કિલોમીટર લંબાઈના રોડની કામગીરી સોંપવામાં આવી છે. જેની સાથે એક વાડી માલિકે અને તાલુકા પ્રમુખે પણ પોતાના ઘરનો અને વાડીનો રોડ બનાવી લીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી વિગતો મુજબ ટુકવાડામાં મેઇન રોડથી નવી નગરી થઈ પરિયા રોડ ટચ સુધીના નવા અંદાજીત સાડા પાંચ કિલોમીટર લંબાઈ અને સાડા ત્રણ મીટરની પહોળાઈ ધરાવતા આ માર્ગની કામગીરી ઠેકેદારી એજન્સીને સોંપી છે. જેની સાથે સાંઠગાંઠ રચી ગામમાં રહેતા તાલુકા પ્રમુખે પોતાના ઘરના મુખ્ય ગેટ સુધીનો અને એક વાડી માલિકે પોતાની વાડીમાં છેક અંદર સુધી ડામર રોડની કામગીરી કરાવી લીધી હોવાની ચર્ચા ઉઠી છે. હવે એ તપાસનો વિષય છે કે, આ રોડની કામગીરીના એજન્સીએ વધારાના પૈસા લીધા છે કે, પછી રોડના મુખ્ય ટેન્ડરમાંથી જ આ કામગીરી આટોપી...
વાપીમાં Mangalam Day નિમિત્તે Manglam Drugs & Organic Ltd. માં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 103 યુનિટ રક્ત એકત્ર કર્યું

વાપીમાં Mangalam Day નિમિત્તે Manglam Drugs & Organic Ltd. માં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 103 યુનિટ રક્ત એકત્ર કર્યું

Gujarat, National
17મી એપ્રિલ 2025ના વાપી GIDC સ્થિત Manglam Drugs & Organic Ltd. ના Unit-1 ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના ફાઉન્ડેશન ડે નિમિતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં 103 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કંપનીના સંચાલકો, કામદારોએ ઉત્સાહભેર રક્તનું દાન કર્યું હતું. આ પ્રસંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ સતીશ પટેલ, પૂર્વ VIA પ્રમુખ પ્રકાશ ભદ્રા, રોટરી કલબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ્સ, રોટરી સભ્યો અને મંગલમ ના પ્રેસિડેન્ટ ડૉ. કમલ વશી ના હસ્તે રક્તદાન કરનારા રક્તદાતાઓને સર્ટિફિકેટ્સ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા Manglam Drugs & Organic Ltd. ના ડૉ. પ્રેસિડેન્ટ કમલ વશીએ જણાવ્યું હતું કે, 17મી એપ્રિલ મંગલમ નો ફાઉન્ડેશન ડે છે. 1977 માં આ દિવસે કંપની શરૂ કરી હતી. જેના ઉપલક્ષ્યમાં છેલ્લા 12 વર્ષથી દર વર્ષે 1...
રામ નવમીએ જોરશોરથી જય શ્રી રામ ના નારા લગાવનારાઓએ જાહેરમાર્ગ પર લગાડેલા ભગવાન શ્રી રામના પોસ્ટર/બેનર પર લોકો થૂંકી રહ્યા છે. આ રામભક્તોએ Gandhi My Father ના પ્રોડયુસર પાસેથી શીખવા જેવું છે કે પોસ્ટર ક્યાં લગાડવા

રામ નવમીએ જોરશોરથી જય શ્રી રામ ના નારા લગાવનારાઓએ જાહેરમાર્ગ પર લગાડેલા ભગવાન શ્રી રામના પોસ્ટર/બેનર પર લોકો થૂંકી રહ્યા છે. આ રામભક્તોએ Gandhi My Father ના પ્રોડયુસર પાસેથી શીખવા જેવું છે કે પોસ્ટર ક્યાં લગાડવા

Gujarat, National
પોતાને હિન્દુ રામભક્ત કહેવડાવવા વાળા અને રામ નવમીએ જોરશોરથી જય શ્રી રામ ના નારા લગાવનારાઓએ વાપીના જાહેરમાર્ગ પર ભગવાન શ્રી રામના પોસ્ટર લગાડી પોતાને રામભક્ત ગણાવવામાં કોઈ જ કસર છોડી નહોતી. ભગવાન શ્રી રામના પોસ્ટરમાં ગર્વ સે કહો હમ હિન્દુ હૈ ના સ્લોગન પણ લખાવ્યા હતાં. શ્રીરામના ફોટા સાથેના આ પોસ્ટર/બેનર સાથે વળી પોતાની સંસ્થાઓના નામનો ઉલ્લેખ કરી વાપીની સમસ્ત જનતાને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી. જો કે, આ પ્રકારના બેનર તો લગાડ્યા પછી જાણે તેમની રામભક્તિ અને હિન્દુત્વ ઓસરી ગયું હોય તેમ આ બેનરો કે ધજા પતાકા એમની એમ જ રઝળતી છોડી દીધી છે. હવે, આવા પોસ્ટર પર લોકો થૂંકી રહ્યા છે. ત્યારે, આ રામભક્તોએ Gandhi My Father ના પ્રોડયુસર પાસેથી શીખવા જેવું છે. ગાંધીજી વિશે આપણે ત્યાં અનેક ફિલ્મો બની છે. જેમાં, બ્રિટિશ અભિનેતા બેન કિંગ્સલીની Gandhi, રજત કપૂરની Making of the Gandhi, જે. એસ. કશ્યપની ભારત...
હાઇવેના સર્વિસ રોડ પર No Parking ઝોનમાં વાહન પાર્કિંગ કરનારા 16 વાહનચાલકોને વાપી GIDC પોલીસે દંડ ફટકાર્યો

હાઇવેના સર્વિસ રોડ પર No Parking ઝોનમાં વાહન પાર્કિંગ કરનારા 16 વાહનચાલકોને વાપી GIDC પોલીસે દંડ ફટકાર્યો

Gujarat, National
વાપી માં કોપરલી ચાર રસ્તા નજીક નેશનલ હાઇવે નંબર 48ના સર્વિસ રોડ પર No Parking ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સુરત થી મુંબઈ તરફના આ સર્વિસ રોડ પર હોસ્પિટલ, બેન્ક, શૉ રૂમ આવેલા હોય તેની સામે જ રોડ પર વાહનચાલકો વાહન પાર્ક કરી ટ્રાફિકને અડચણરૂપ થતા આવ્યાં છે. જેની સામે વાપી GIDC પોલીસે કાર્યવાહી હાથ ધરી 16 વાહનચાલકો સામે કાર્યવાહી કરી 8 હજાર રૂપિયા દંડ પેટે વસુલ્યા હતાં....
ચીન પર એમેરિકાએ વધુ ટેરીફ નાખ્યા બાદ ચીન જો આ ગેમ રમે તો, ભારતના ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ જે સપના જોવે છે તે માત્ર ગુલાબી સપના જ રહી જશે? 

ચીન પર એમેરિકાએ વધુ ટેરીફ નાખ્યા બાદ ચીન જો આ ગેમ રમે તો, ભારતના ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ જે સપના જોવે છે તે માત્ર ગુલાબી સપના જ રહી જશે? 

Gujarat, National, News, Science & Technology
સૌ પ્રથમ વાત કરીએ 2023માં મૅક્સિકો ચીનને પછાડીને અમેરિકામાં નિકાસ કરતો નંબર વન દેશ બની ગયો તે અંગે કે એ વર્ષે અમેરિકામાં $476 બિલિયનનાં મૂલ્યનાં માલસામાનની નિકાસ મેક્સિકો દેશ કરતો થઈ ગયો અને ચીનમાંથી $427 બિલિયનનાં મૂલ્યનાં માલસામાનની નિકાસ અમેરિકામાં થતી હતી. આ ખેલ ચીનનો હતો. મેક્સિકોમાં ઘણી કંપનીઓ ખાસ કરીને કાર ઉત્પાદકોએ અમેરિકા સાથેના મુક્ત વેપાર કરાર અને ત્યાં ઉત્પાદનના ઓછા ખર્ચનો લાભ લેવા માટે તેમનું ઉત્પાદન મૅક્સિકો ખાતે ખસેડી દીધું હતું. 2023 માં મૅક્સિકો વિશ્વનો સાતમો સૌથી મોટો પૅસેન્જર કારનો ઉત્પાદક દેશ બની ગયો હતો. અમેરિકા સાથેના મુક્ત વેપાર કરારને કારણે મૅક્સિકો કાર ઉત્પાદનમાં વિશ્વનું કેન્દ્ર બની ગયું છે. ટ્રમ્પ દ્વારા ચીન પર ભારે ટેરિફ લાદવાના કારણે પૂર્વ એશિયાના અન્ય દેશોનાં માલસામાનની અમેરિકામાં થતી નિકાસમાં વધારો જોવા મળ્યો. એટલે ઘણી ચાઈનીઝ કંપનીઓએ US ટેરિફથી બચવા માટે આ ...
ગાંધી સર્કલથી જૂના ગરનાળા સુધી RCC રોડ બનાવવાની કામગીરીનો 18મી એપ્રિલ થી થશે શુભારંભ, 30 દિવસ ડાયવર્ઝનનો ઉપયોગ કરવા વાપી મનપાની અપીલ

ગાંધી સર્કલથી જૂના ગરનાળા સુધી RCC રોડ બનાવવાની કામગીરીનો 18મી એપ્રિલ થી થશે શુભારંભ, 30 દિવસ ડાયવર્ઝનનો ઉપયોગ કરવા વાપી મનપાની અપીલ

Gujarat, National
વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં હનુમાન મંદિર થી કચીગામ બોર્ડરને જોડતા RCC રોડની કામગીરી અંતિમ તબક્કામાં છે. ત્યારે, પૂર્વ ભાગમાં રેલવે જુના ગરનાળા થી ગાંધી સર્કલ સુધીના રોડ ને પણ RCC બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ RCC રોડ બનાવવાનું કામ આગામી તા.18/04/2025 ના રોજથી શરૂ કરવામાં આવશે. આ કામગીરી અંગે વાપી મહાનગરપાલિકા એ જનતા ને અપીલ કરતી અખબારી યાદી બહાર પાડી જણાવ્યું છે. કે, આ RCC રોડની કામગીરી બે તબક્કામાં કરવામાં આવનાર છે. પ્રથમ ભાગમાં અસ્પી પેટ્રોલપંપ થી ગાંધીસર્કલ તરફ જતો એક તરફનો માર્ગ આગામી 30 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં પૂર્વભાગમાં આવેલ ગાંધીસર્કલ થી જૂનાનાળા સુધીનો રોડ RCC બનાવવાનો હોય આ કામ 18મી એપ્રિલથી શરૂ થશે. જે દરમ્યાન રેલવે સ્ટેશન ટિકિટબારી (પૂર્વ) થી કોપરલી કે સેલવાસ રોડ જવા માટે સરદાર માર્કેટને લાગુ રોડ તથા વાપી ટાઉન થી નવા નાળા/જૂના નાળા થી પૂ...
ભારત સરકારે ભારતીય મુસ્લિમો માટે વાર્ષિક હજ યાત્રાને ઉચ્ચ પ્રાથમિકતા આપી :- 2014માં ફાળવેલ ક્વોટા 1,36,020 ની સરખામણીએ 2025માં 1,75,025 થયો

ભારત સરકારે ભારતીય મુસ્લિમો માટે વાર્ષિક હજ યાત્રાને ઉચ્ચ પ્રાથમિકતા આપી :- 2014માં ફાળવેલ ક્વોટા 1,36,020 ની સરખામણીએ 2025માં 1,75,025 થયો

Gujarat, National
ભારત સરકાર ભારતીય મુસ્લિમોને વાર્ષિક હજ યાત્રા કરવા માટે ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. તે પ્રયાસોના પરિણામે, ભારત માટે કરવામાં આવેલી ફાળવણી જે 2014માં 1,36,020 હતી તે 2025માં ધીમે ધીમે વધીને 1,75,025 થઈ ગઈ છે. આ ક્વોટાને સાઉદી અધિકારીઓ દ્વારા યાત્રાના સમયની નજીક અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. ભારતીય હજ સમિતિ દ્વારા લઘુમતી બાબતોનું મંત્રાલય (MoMA) ભારતને ફાળવવામાં આવેલા મોટાભાગના ક્વોટા માટે વ્યવસ્થાનું સંચાલન કરે છે, જે ચાલુ વર્ષે 1,22,518 છે. ફ્લાઇટ શેડ્યૂલ, પરિવહન, મીના કેમ્પ, રહેઠાણ અને વધારાની સેવાઓ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સાઉદી જરૂરિયાતો અનુસાર આપવામાં આવી છે અને આપેલા સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવી છે. બાકીના ક્વોટા, રિવાજ મુજબ, ખાનગી ટૂર ઓપરેટરોને ફાળવવામાં આવ્યા હતા. સાઉદી માર્ગદર્શિકામાં ફેરફારને કારણે, આ વર્ષે MoMA દ્વારા 800થી વધુ ખાનગી ટૂર ઓપરેટરોને 26 કાનૂની સંસ્થાઓમાં એકીકૃત ક...