
લાયન્સ ક્લબ વાપી ઉદ્યોગ નગર દ્વારા “એક શામ વીર વીરંગનાઓ કે નામ” ની એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કર્યું
વાપીમાં ગુંજન વિસ્તારમાં 18 માર્ચ 2025 ના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંજે 4:00 થી 7:00 સુધી લાયન્સ ઉપાસના હોલ માં યોજાયો હતો. આ પ્રસંગ ત્રિવેણી સંગમ જેવો હતો, જેમાં ત્રણ મોટા તહેવારોના સંગમ હતા - અર્ધ લશ્કરી દળનું સન્માન, મહિલા દિવસની ઉજવણી અને લાયન્સ ક્લબ વાપી ઉદ્યોગ નગરની 50 વર્ષની સુવર્ણ ભવ્ય યાત્રા.
આ કાર્યક્રમની શરૂઆત લાયન સરિતા તિવારી ની પ્રસ્તાવના દ્વારા થઈ હતી, ત્યારબાદ તમામ મહાનુભાવો દ્વારા દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. માધવી મુકાદમ દ્વારા પ્રાર્થના કર્યા પછી, ક્લબના પ્રમુખ લાયન પ્રવિણાબેન શાહે એક આવકાર પ્રવચન આપ્યું. તેમના ભાષણમાં વીર અને વિરાંગનાઓના યોગદાનને યાદ કરતાં, તેમણે સમાજમાં આદરની ભાવના જાળવવા હાકલ કરી. લાયન્સ ક્લબ વતી બહાદુર પરિવારો માટે લાયન પ્રવિણા શાહે પણ સંભવિત સહકારની ખાતરી આપી હતી.
ત્યારબાદ વીરો અને વિરાંગનાઓનું ક્લ...