
વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ 16 અરજદારોને કુલ 2,77,862 રૂપિયાનો મુદ્દામાલ પરત સોપી સુત્રને સાર્થક કર્યું
પોલીસનું લોકો સાથે તાદાત્મય વધારવાના હેતુસર તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે તેવા હેતુથી "તેરા તુજકો અર્પણ” અભિયાન હાથ ધરાયુ છે. જે અંતર્ગત ગુમ થયેલ/ખોવાઈ ગયેલ/ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરી મુળ માલીકોને પરત કરવામાં આવી રહ્યા છે. જે આધારે ડુંગરી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર યુ. એચ. પટેલની રાઠબરી હેઠળ ડુંગરી પોલીસ સ્ટેશનમાં આવેલ મોબાઈલ ગુમ અરજીઓની તપાસ કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુમ થયેલ કુલે-16 મોબાઈલ ફોન શોધી કાઢી "તેરા તુજકો અર્પણ" હેઠળ કુલ 2,77,862 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન મુળ માલિકોને પરત સોપી ડુંગરી પોલીસે “તેરા તુજકો અર્પણ” સુત્રને સાર્થક કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મય વધારવાના હેતુસર તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે ...