
લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ તાલુકાના ધરાસણા અને છરવાડા ગામે મીઠા ઉદ્યોગના તલસ્પર્શી પ્રશ્નો રજૂ કરી કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું
લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ તાલુકાના ધરાસણા અને છરવાડા ગામે મીઠા ઉદ્યોગને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા છે. યુપીએ સરકાર દ્વારા વર્ષ 2013 માં જમીનના લીઝ ના ભાવ વધારા અંગે રજૂઆત કરી ભાવ ઘટાડવા સાંસદે કેન્દ્ર સરકારને અસરકારક રજૂઆત કરી છે.
સાંસદ ધવલ પટેલે સંસદમાં રજૂ કરેલા પ્રશ્નમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને સરકારનું ધ્યાન ગુજરાતના વલસાડ તાલુકા ના ધરાસણા અને છરવાડા સહકારી મીઠા ઉદ્યોગ તરફ દોરતા જણાવ્યું હતું કે, સોલ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સોસાયટીઓ પર લાદવામાં આવેલા જમીનના ભાડા અને અસાઇનમેન્ટ ચાર્જિસમાં થયેલા અતિશય વધારા તરફ ધ્યાન દોરવું, મને ગમે છે.
આ મીઠાના ઉત્પાદન એકમોને 1974 અને 1994માં 20 વર્ષ માટે લીઝ પર આપવામાં આવ્યા હતા, જેમાં વધુ 20 વર્ષનો સમયગાળો હતો, નવીનીકરણની જોગવાઈ હતી, મૂળ લીઝ મુજબ, અસાઇનમેન્ટ ફી ₹ 1/- હતી અને જમીનનું ભાડું ₹ 2/- પ્રતિ એકર હતું...