
વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળીયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ કરનારા 150 થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપી, ભંગારીયાઓમાં ફફડાટ…?
વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળીયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ સામે Section 267 and Section 260(1) of the Gujarat Provincial Municipal Corporation Act-1949 ની જોગવાઈ અનુસાર 150 થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપી
વાપી મહાનગરપાલિકા દ્વારા ભંગરિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કરવડ, ડુંગરી ફળિયા, ડુંગરા, બલિઠા, છીરી, છરવાડા વિસ્તાર વાપી GIDC ને અડીને આવેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં અનેક નાનામોટા ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે. જેમાં મોટા ભાગના ગોડાઉન ગેરકાયદેસર હોવાનું અનેકવાર સાબિત થયું છે. તો, આવા ભંગારના ગોડાઉનમાં અનેકવાર ગેરપ્રવૃત્તિઓ થતી હોવાનું પણ સામે આવ્યું છે. આ ભંગારીયાઓની GIDC ના ઉદ્યોગોમાંથી વિવિધ પ્રકારના કેમિકલ વેસ્ટ, હેઝરડ્સ વેસ્ટ, નકામો ભંગાર આવા ગોડાઉન માં એકઠો કરે છે. જેમાં ક્યારેક આગ લગાડીને કે લાગવાથ...