તારીખ 21મી માર્ચ 2025ના રોહીયાળ જંગલ ગામ, મુળગામ ફળીયામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પાછળના ભાગે કોતરવાળી જગ્યામાં તાઇબેન કનુભાઇ નવસુભાઇ દોવાડ મૃતદેહ મળી આવ્યો હતો. 44 વર્ષીય મૃતક મહિલાના માથાના ભાગે તથા શરીરે જીવાત પડી ગયેલ તેમજ મૃતદેહ સડી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે સઘન તપાસ કરી મૃતક મહિલા સાથે બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારી દેનાર ભગવાન ઉર્ફે ભગુ નામના આરોપીને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

ઘટના અંગે પોલીસે આપેલી વિગતો મુજબ મહિલાના મૃતદેહ અંગે શકારામ કનુભાઇ દોવાડે કપરાડા પો.સ્ટે.ને જાણકારી આપી હતી. જે બાદ પોલીસે મૃતકના મૃતદેહનું પી.એમ. કરાવતા ગળુ દબાવી તથા માથાના ભાગે પત્થર મારવાથી ગંભીર ઇજાઓ થવાથી મોત થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટ્રીએ જણાય આવ્યું હતુ.

બનાવની ગંભીરતાને ધ્યાને પોલીસે હાથ ધરેલ તપાસમાં શકમંદ ઇસમ ભગવાન ઉર્ફે ભગુ કમળેભાઇ દોધાડની યુકિત પ્રયુકિતથી સઘન પુછપરછ કરતા તેમણે કબુલ કર્યું હતું કે, મૃતક જનાર તાઇબેન તથા ભગવાન ઉર્ફે ભગુ તથા તાઇબેનના પતિ કનુભાઇ તથા ગામના શંકરભાઇ ગઇ તા.18/03/2025 ના રોજ રાત્રીના સમયે ગામમાં લગ્ન હોય જેથી કનુભાઇના ઘરે બધા ભેગા થયા હતાં. બાદમાં કનુભાઇ તથા શંકરભાઈ ઘરેથી લગ્નવાળી જગ્યા પર જતા રહેલ જેથી ઘરે તાઇબેન તથા ભગુ એકલા હોય તે અરસામાં ભગુએ તાઇબેનનો એકલતાનો લાભ લઇ તેના પર બળજબરીથી બળાત્કાર કર્યો હતો. અને ત્યાંથી તાઇબેનને ઉંચકીને નજીકમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પાછળના કોતરના ભાગે લઇ જઇ ફરીથી બળજબરી બળાત્કાર કર્યો હતો. જેથી તાઇબેને આ બાબતે ગામના લોકોને જાણ કરી દેવાનુ અને બુમો પાડવા લાગતા ગામમાં પોતાની આબરૂ જશે અને બદનામી થશે તેવા ડરથી ભગુએ તાઇબેનનું ગળુ દબાવી દીધેલ અને મોટા પત્થર વડે માથાના ભાગે માર મારી તેની હત્યા કરી ત્યાંથી નાશી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, મૃતક તાઇબેન આરોપી ભગવાન ઉર્ફે ભગુના કૌટુંબીક કાકી હોવાની હકીકત સામે આવી છે. અને આરોપી ભગવાન ઉર્ફે ભગુ કમળેભાઇ દોધાડના વિરૂધ્ધમાં શકારામ કનુભાઇ દોવાડે ફરીયાદ આપતા કપરાડા પો.સ્ટે.માં ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રેપ વિથ મર્ડરના ગુન્હામાં પકડાયેલ આરોપી ભગુ આ પહેલા પણ વર્ષ 2011માં IPC કલમ 302,201 મુજબનો ગુન્હો કરી ચુક્યો છે.

હત્યા અને બળાત્કારના આ ગુન્હામાં વલસાડ પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા તથા વાપી ડિવિઝનના DySP બી. એન. દવેના માર્ગદર્શન મુજબ LCB PI ઉત્સવ બારોટ, કપરાડા PI એસ. એલ. વસાવાની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો બનાવી મૃતકના આજુબાજુમાં રહેતા લોકોની તથા ગામના આગેવાનોની તથા સગા સબંધીઓની તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી. અને ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
![]()
