Wednesday, February 18News That You Want to Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી, PM એ સાંસદ ધવલ પટેલની દીકરી શ્રીજાને વ્હાલ કર્યું

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે દિલ્હી ખાતે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને એમના પત્ની શ્રીમતી સુપ્રિયા પટેલ, પુત્ર યુગમ પટેલ, પુત્રી શ્રીજા પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી, વડાપ્રધાન સાથે મુલાકાત દરમ્યાન સાંસદની દીકરી શ્રીજાને વડાપ્રધાનએ ખૂબજ વહાલ કરી આશીર્વાદ આપી ઉજવળ ભવિષ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું, 

સાંસદ ધવલભાઈ પટેલે સાંસદ તરીકે એમના એક વર્ષના સમયગાળા માં કરવામાં આવેલ સમગ્ર કામગીરી નો રિપોર્ટ કાર્ડ રજૂ કરતા વડાપ્રધાને એમની કામગીરીની ખુબજ પ્રશંશા કરી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ આવનારા દિવસોમાં એમના મત વિસ્તારના વિવિધ વિકાસકાર્યો અંગે ઝીણવટભરી ચર્ચા-વિચારણા કરી હતી.

તો, PM સાથેની મુલાકાત બાદ સાંસદે પરિવાર સાથે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાથે પણ મુલાકાત કરી હતી. આ પ્રસંગે એમની આગેવાનીમાં વલસાડ સહકારી ક્ષેત્રના આગેવાન અરવિંદભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, તેમજ જિલ્લાના અન્ય સહકારી આગેવાનોએ પણ શુભેચ્છા મુલાકાત કરી હતી,

મુલાકાત દરમ્યાન વલસાડ જિલ્લા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી અને ભારતની ઉચ્ચ સહકારી સંસ્થા ઇન્ડિયન પોટાશ લિમિટેડ સાથે જોડાણ કરી હજારો સભાસદોને મળનાર લાભો બદલ એમનો આભાર વ્યક્ત કર્યો હતો, ગૃહમંત્રી અમિતભાઈ શાહએ સાંસદના મતવિસ્તાર માં આગામી દિવસો માટેની રાજનૈતિક રણનીતિઓ તેમજ વિકાસકાર્યો અંગે વિગતવાર ચર્ચાઓ કરી એમનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *