
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા GPCB, GIDC, NAA, VGEL અને ઉદ્યોગકારોના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે વાપીમાં સાયક્લોથોનનું આયોજન
વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા 2 જૂનથી 8 જૂન 2025 સુધી એક સપ્તાહ સુધી ચાલનારી વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડ્રાઇવના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
3 જૂન 2025ના રોજ, "વિશ્વ સાયકલ દિવસ" નિમિત્તે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), નોટિફાઇડ એરિયા ઓથોરિટી - વાપી (NAA), વાપી ગ્રીન એન્વાયરો લિ. (VGEL) અને વાપીના ઉદ્યોગકાર મિત્રોના સહયોગથી એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાયકલ રેલી VIA ગ્રાઉન્ડથી શરૂ થઈ, વિશાલ મેગા મોલ, પ્રાઈમ સર્કલ, ગુંજન ચોકડી, રેમંડ સર્કલ, મોરારજી સર્કલ થઈને પુનઃ પ્રાઈમ સર્કલ અને વિશાલ મેગા...