
“તેરા તુજકો અર્પણ” :- નાનાપોંઢા પોલીસે 23 અજરદારોને કુલ 3 લાખથી થી વધુનો મુદ્દામાલ પરત સોંપ્યો
વલસાડ પોલીસે ગુમ થયેલ/ખોવાઈ ગયેલ મોબાઈલ ફોન શોધી કાઢી કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરી મુળ માલીકોને પરત કર્યા છે. આ કામગીરી વાપી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવેના તથા વલસાડ એલ.સી.બી.ના પોલીસ ઈંન્સપેકટર ઉત્સવ બારોટના પ્રયાસથી સફળ બની છે.
વધુમાં વધુ મોબાઈલ ફોન શોધી કાઢી મુળ માલીકોને પરત કરવાની આ પહેલ હેઠળ નાનાપોઢા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર બી. આર. બેરાની રાહબરી હેઠળ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં "તેરા તુઝકો અર્પણ" અભિયાન હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી.
જેમાં મોબાઇલ ગુમ અરજીઓ CEIR પોર્ટલ ઉપર સર્ચ કરી તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુમ થયેલ કુલે-23 મોબાઇલ ફોન શોધી કાઢવામાં નાનાપોંઢા પોલીસે સફળતા મેળવી હતી. જે બાદ નાનાપોંઢા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર બી. આર. બેરા દ્વારા નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવેના અધ્યક્ષ સ્થાને “તેરા તુજકો અર્પણ" કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
નાના...